તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદના મારથી રસ્તા ધોવાયા:વર્ષોની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકાના નિષ્ફળ, ભારતનગર સહિતના વિસ્તારમાં મુસિબત : નાળા પણ બુર્યા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં મહેશ્વરી નગર - શ્રી ધણી માતંગ દેવ ચોકથી વોર્ડ 9-બી જતા માર્ગ હાલ પડેલ વરસાદથી સંપૂર્ણ ધોવાણું છે. આ માર્ગની પશ્ચિમ દિશાએ માસ્ટર પ્લાનમાં વરસાદી પાણી નિકાલના ખુલ્લા નાળાઓ આવેલ હતા જે હાલ દબાણમાં દટાયેલ છે. નાળાઓ બંધ થયા પછી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવની સમસ્યા દર ચોમાસે લોકોને અનુભવવી પડે છે. ભારતનગર અને જનતા કોલોનીમાં પણ મુખ્ય રસ્તાઓ દર વર્ષે તૂટી જતા નજરે ચડે છે. અહીં અમુક ગેરેજ, સર્વિસ સ્ટેશન અને પાણી વેચાણ વાળાઓ દ્વારા રસ્તાઓ પર બેફામ પાણીનો વેડફાટ આખું વર્ષ કરતા હોવા છતાં તેના પ્રત્યે આંખ આડા કાન કરાય છે.

જ્યારે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવનું મોટું કારણ એરપોર્ટ રોડ ઇઆરસી સ્ટેશનથી વોર્ડ-9 થતા વોર્ડ -11 ના જનતા કોલોની સુધી માસ્ટર પ્લાન માંના ખુલ્લા વરસાદી નાળાઓ દબાણ થતા અને આ નાળાઓ ભૂકંપ પછી સત્તાધિશોએ ફરી ખુલ્લા પાડવા ની હિમ્મત નથી કરી. આ નાળાઓ ખુલ્લા કરાય તો ભારત નગર, અપના નગર, વાર્ડ -12 થી મુખ્ય બજાર ચાવલા ચોક સુધીની વરસાદી પાણીની સમસ્યા ઘણે ખરી હલ થાય તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...