ભાસ્કર ઇન્સાઇડ:મુન્દ્રાનો ડ્રગ્સ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામ આવેલી NIAની ટીમે મુંદ્રા પોર્ટ જઇને તપાસ કરી

મુંદ્રા પોર્ટથી જપ્ત 3 હજાર કિલો હેરોઈન પ્રકરણની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટીગેશનની ગાંધીધામ આવેલી ટીમે મુંન્દ્રા પોર્ટની પણ મુલાકાત લઈને મુખ્ય સ્થળોની ફેરતપાસ કરી હતી. તો ભુજની એનડીપીએસ કોર્ટમાં ચાલતા કેસને અમદાવાદની વિશેષ એનઆઈએ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા કેસના તમામ આરોપીઓને પણ અમદાવાદ જેલ મોકલી દેવાશે તેવું જાણવા મળે છે. મુંદ્રા અદાણી પોર્ટ પર અફઘાનિસ્તાનથી વાયા ઈરાન ટેલ્કમ પાવડર ડીક્લેર કરીને આવેલા બે કન્ટેનરમાંથી 21 હજાર કરોડની આંતરાષ્ટ્રીય કિંમત ધરાવતા ત્રણ હજાર કિલો હેરોઈનનો જથ્થો ડીઆરઆઈએ ઝડપ્યો હતો.

મંગળવારે જ્યારે આ જથ્થો ઝડપાયાને એક મહિનો પુરો થઈ રહ્યો હતો ત્યારે એનઆઈએની ટીમ આજ કેસ સંદર્ભે ગાંધીધામ આવી પહોંચી હતી, જેમણે સ્થાનિક સ્તરે પુરાવાઓ એકત્ર કરીને મુન્દ્રા પોર્ટની મુલાકાત પણ લઈને પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો. આ સાથે ભુજની એનડીપીએસ કોર્ટમાં ચાલતી સુનવણીમાં એનઆઈએ દ્વારા તપાસ હવેથી લીડ કરવાના હોવાથી કેસને અમદાવાદની એનઆઈએ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી, જે આધારે કેસ અમદાવાદની વિશેષ અદાલતમાં ટ્રાન્સફર કરી દેવાયો હતો.

અત્યાર સુધી કેસ ભુજમાં ચાલતો હોઇ, આયાતકાર દંપતી સુધાકર અને વૈશાલી સહિત મહત્વનો આરોપી ગણાઈ રહેલા રાજકુમારની ચેન્નઈ અને કોઇમ્બતુરથી ધરપકડ કરીને ભુજની પાલારા જેલ રખાયા હતા. હવે કેસ અમદાવાદ જતા, તે ત્રણે સહિત દિલ્હી સ્થિત અફઘાન, ઉઝબેક 7 જેટલા આરોપીઓને પણ અમદાવાદ જેલમાં લઈ અવાશે તેમ વિષયના તજજ્ઞોએ જણાવ્યું હતું.

વિક્રમી માત્રામાં હેરોઇન ઝડપાયાને 1 મહિનો ...તે જ દિવસે NIAની ટીમે મુંદ્રા પહોંચી
12 અને 13 સપ્ટેમ્બરના મુંદ્રા પોર્ટમાં બે કન્ટૅનરમાંથી ડીઆરઆઈએ દેશભરમાં ચકચાર મચાવી દેનાર 3 હજાર કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. ત્યારથી અત્યાર સુધીના એક મહિનાના દોરમાં ડીઆરઆઈએ દેશભરમાં અંદાજે ત્રીસ થી વધુ સ્થળોએ દરોડા પાડીને આયાતકાર સહિત દસ જેટલા લોકોની ધરપકડ કરીને જેલ હવાલે કરી નાખ્યા હતા, તો કેસની આતંકી લીંકને જોતા તપાસને ગૃહ મંત્રાલયે એનઆઈએને આપી હતી. સંયોગ એવો થયો કે તપાસ સોંપાયા બાદ એનઆઈએના ઉચ્ચ અધિકારીઓએ એક મહિના બાદ તેજ સ્થળે પહોંચ્યા હતા જ્યાંથી ઠીક એક મહિના પહેલા ડીઆરઆઈએ કાર્ગો ઝડપ્યું હતું અને સમગ્ર મામલો આખા દેશમાં છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...