કૌભાંડનો પર્દાફાશ:મુંદ્રા પોર્ટ ડીઝલ યુક્ત 12 કન્ટેનરને રોકાયા, કાર્ગોમાં ભેળસેળનો ભાંડો ફુટ્યો

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેઝ ઓઈલ દર્શાવી લાઈટ ડીઝલ ઓઈલ આયાત કર્યું હતું
  • કંડલા કસ્ટમ લેબોરેટરીએ બરાબરનો રિપોર્ટ આપ્યો, પણ દિલ્હીની રિપોર્ટમાં ખુલાસો થયો

મુંદ્રા પોર્ટ પર કસ્ટમના નાક નીચે ચાલતી ગેરરીતીઓ બંધ થવાનું નામજ ન લઈ રહી હોય તેમ વધુ એક મોટા ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. બેઝ ઓઈલ ડીક્લેર કરીને ઈમ્પોર્ટ કરવામાં આવેલા 12કન્ટેનરમાં ખરેખર તો લાઈટ ડીઝલ હોવાનો દિલ્હી લેબોરેટરીની રિપોર્ટમાં સામે આવ્યું છે. આમાં ચોંકાવનારી બાબત એવી છે કે પહેલા કંડલા લેબોરેટરીમાં આ સેમ્પલની તપાસ કરાઈ હતી, જેમાં બેઝ ઓઈલજ હોવાનું જણાવાયું હતું. હોલ્ટ પર રખાયેલો આ કાર્ગો કરોડોની કિંમતનો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મુંદ્રા અદાણી પોર્ટ પર ગત મહિને ગલ્ફ દેશથી 12 કન્ટેનર ગુજરાતની પેઢીએ ઈમ્પોર્ટ કર્યા હતા. જેમાં બેઝ ઓઈલ હોવાનું ડિક્લેરેશન કરાયું હતું. પરંતુ તેમાં ભળતોજ અન્ય કાર્ગો હોવાના મજબુત ઈનપુટ હોવાથી ડીઆરઆઈ, કસ્ટમે તેને રુકજાવનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તેમાંથી સેમ્પલ લઈને પ્રોસેસ અનુસાર કંડલા કસ્ટમની લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. જેનો રિપોર્ટ ડિક્લેરેશન અનુસાર જથ્થો બેઝઓઈલજ હોવાનું સામે આવ્યું હતું.

પરંતુ કંડલા કસ્ટમ લેબોરેટરીનો પુર્વ ઈતિહાસ અને ભ્રષ્ટ છબીને ધ્યાનમાં રાખીને એજન્સીઓએ અન્ય લેબોરેટરીમાં પણ સેમ્પલ ટેસ્ટ કરવાનો આગ્રહ રાખીને સેમ્પલ દિલ્હીની સેન્ટ્રલ રેવન્યુ કંટ્રોલ લેબોરેટરી મોકલ્યા હતા. જેના રિપોર્ટમાં આ 12 કન્ટેનરમાં ભરેલો પ્રવાહિ કાર્ગો બેઝ ઓઈલ નહિ, પણ લાઈટ ડીઝલ ઓઈલ (એલડીઓ) હોવાનું સ્પષ્ટ થયું હતું. અત્યાર સુધી હોલ્ટ પર રહેલા આ કાર્ગોને હવે સીઝ કરવાની તજવીજ હવે હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે, આ કાર્ગોની કિંમત કરોડોની હોવાનો અંદાજ છે, પણ ખોટી રિપોર્ટના આધારે આવા કેટલા કાર્ગો અગાઉ નિકળી ગયા હશે તે યક્ષપ્રશ્ન છે.

કાર્ગોમાં ભેળસેળનું આ એક મોટુ કૌભાંડ છે. નોંધવુ રહ્યું કે એલડીઓ સરકારની પોલીસી અનુસાર એચપી,ઈન્ડીયન ઓઈલ જેવી સંસ્થાઓજ આયાત કરી શકે છે. એક નહિ, બહુમુખી રીતે ભ્રષ્ટાચાર, પોલીસી લેપ્સ, દાણચોરી, સરકારી તીજોરીમાં ખાતર સહિતના મુદાઓને આ પ્રકરણ ઉજાગર કરે છે,ત્યારે હવે શું પગલા લેવાય છે તે જોવું રહ્યું. આ કેસ ચાલતો હોવા અંગે મુંદ્રા કસ્ટમના ઉચ્ચ અધિકારીએ હામી ભરી હતી

અન્ય સમાચારો પણ છે...