તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચત:મુન્દ્રા- વાડીનાર રોરો ફેરી સર્વિસને લીલીઝંડી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીન દયાળ પોર્ટ ટ્રસ્ટની મળેલી બોર્ડ મીટિંગમાં 35 દરખાસ્તો મંજૂર કરાઇ
  • સુપર સ્પેશિયલ મલ્ટી હોસ્પિટલ બનાવાશે : 180 ખુલ્લા પ્લોટ એક વર્ષ સુધી ટ્રાન્સફરની બાબત ગ્રાહ્ય રખાઇ

દીન દયાળ પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટિંગ આજે મળી હતી. અંદાજે 35 જેટલી દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરીને મંજુરીની મહોર લગાવવામાં આવી હતી. જેમાં મુન્દ્રા- વાડીનાર રોરો ફેરી સર્વિસનો સમાવેશ થાય છે. જે આગામી મહિનામાં શરૂ કરી દેવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે. અન્ય મહત્વની બાબતોમાં 180 જેટલા ખુલ્લા પ્લોટ છે જેમાં બાંધકામ કરવા દેવા માટે એક વર્ષની મુદ્દત વધારો, સુપર સ્પેશિયલ હોસ્પિટલ બનાવવા સહિતના મુદ્દાને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે.

દીન દયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાના અધ્યક્ષસ્થાને આજે બોર્ડ મીટિંગ મળી હતી. અદાણી પોર્ટસ એન્ડ લોડીસ્ટીક દ્વારા મુકવામાં આવેલી વાડીનાર મુન્દ્રા વચ્ચેની રોરો ફેરી સર્વિસની દરખાસ્તને ચર્ચા વિચારણા કરીને મંજુર કરવામાં આવી હતી. અન્ય મહત્વની દરખાસ્તમાં ગોપાલપુરી કોરોની ખાતે ઇ-ટાઇપ અને ડી-ટાઇપના મકાન બાંધકામ ન કરેલા અંદાજે 80 ખુલ્લા પ્લોટ છે તેને એક વર્ષ માટે ટ્રાન્સફર કરવા મુદ્દત વધારી દેવામાં આવી છે.

ગોપાલપુરી ખાતે સુપર સ્પેશિયલ મલ્ટી હોસ્પિટલ બનાવવાની બાબતને પણ મંજુરીની મહોર લગાવી દેવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે. કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.8 શરૂ કરવાની શિક્ષણની મહત્વની ગણાય તે દરખાસ્ત ગ્રાહ્ય રાખવામાં આવી છે. આ બેઠકમાં ચેરમેન ઉપરાંત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બોર્ડ મીટિંગને લઇને લાંબા સમયથી જુદા જુદા વિભાગના અધિકારીઓ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી હતી. બોર્ડ મીટિંગ પૂર્ણ થતાં જ આ અધિકારીઔ પૈકી કેટલાક તણાવ મુક્ત થયા હતા. બોર્ડ મીટિંગના મહત્વના મુદ્દાઓને મંજુરી આપવામાં આવ્યા પછી હવે નવી મીટિંગની તૈયારી પણ કેટલાક અધિકારીઓ લગી ગયા હોવાના સંકેત મળે છે.

કંડલા-વાડીનાર રોરો ફેરી સર્વિસનો મુદ્દો હવેના બોર્ડમાં લેવાશે?
પોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ તથા લેબર ટ્રસ્ટી એલ.સત્યનારાયણે મીટિંગ પૂર્ણ થયા પછી માહિતી આપતા જણાવ્યું હતું કે, આજની બોર્ડ મીટિંગમાં જુદા જુદા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કંડલાથી વાડીનાર રોરો ફેરી સર્વિસ શરૂ કરવા માટે પણ આવતી બોર્ડમાં આઇટમ લેવામાં આવનાર છે. અન્ય મુદ્દાઓમાં કોરોનાને કારણે 27 કામદારો અવસાન પામ્યા છે જેને 50-50 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. 1-1-2004 પછી નવા પેન્શન નિયમ મુજબ ભરતી થયેલા કામદારોને નિવૃતિ બાદ હાલના કામદારની જેમ મેડિકલ સુવિધા મળશે તેવો ઠરાવ કરાયો છે.

જ્યારે કામદારોને ભવિષ્યનિધિ ઉપર મળનાર વ્યાજ 6.73 ટકા આપવા પણ નક્કી કરાયું છે. મીનીસ્ટ્રીયલ સ્ટાફની બદલી રાબેતા મુજબ જુલાઇ મહિનામાં થશે. નવી પોલીસી આવ્યા વર્ષે અમલમાં મુકવામાં આવશે. બધા વર્ગ 3 અને 4 માટે નવા રિક્રુટમેન્ટ નિયમનો અમલ કરાશે. હોસ્પિટલ માટે 3 નવા વેન્ટીલેટર ખરીદવા તથા વેલ્ફેર મેડિકલ બીલનો ચુકાદો વહેલી તકે કરવામાં આવશે. મેડિકલ કોલેજ સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે. મરીન વિભાગમાં જે ટગ અને લોંચ કોન્ટ્રાક્ટ ઉપર આપવાની વાત હતી તે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...