સન્માન:મુંબઈના સંસદસભ્યનું લોહાણા મહાજન દ્વારા સન્માન કરાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યનું પણ બહુમાન કરવામાં આવ્યુ
  • સમાજના અને અન્ય ક્ષેત્રના આગેવાનોએ સમારોહમાં હાજરી આપી

લોહાણા મહાપરિષદ દ્વારા જ્ઞાતિના સાંસદનુ સન્માન કરવામા આવ્યુ હતું.રધુવંશી લોહાણા જ્ઞાતિના મુલુંડ (મુંબઈ) ના સાંસદ મનોજભાઈ કોટકે મહાપરિષદ(કચ્છ ઝોન) પ્રમુખ કે.સી.ઠકકર ના રહેણાંક ઘર પર શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે ઝોન તથા ગાંધીધામ જ્ઞાતિના આગેવાનો દ્વારા સન્માન કરવામા આવ્યું હતું.

આ સમયે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અખિલ કચ્છ લોહાણા મહાજન ના પ્રમુખ બળવંતભાઈ, વાગડ રધુવંશી પરિવાર, ગાંધીધામ ના પ્રમુખ ધીરુભાઈ, ગાંધીધામ પાલિકાના કારોબારી ચેરમેન પુનિતભાઈ, કાઉન્સિલ ભરતભાઈ મીરાણી,રામજીભાઈ ધેડા, ધવલભાઈ આચાર્ય, શ્રી લોહાણા મહાપરિષદ (કચ્છ ઝોન) ના મંત્રી શામજીભાઈ, રીઝીઅન પ્રમુખ અશોકભાઈ, મંત્રી હસમુખભાઈ, યુવા પ્રમુખ ભરતભાઈ, પુર્વ યુવાપ્રમુખ અતુલભાઈ કોમ્યુનીટી ટ્રી ના હરિભાઈ રૂપારેલ. વાગડ લોહાણા રધુવંશી પરિવારના ટ્રસ્ટી નવિનભાઈ, જયેશભાઈ રાજદે,હરિભાઈ મજીઠીયા, યુવા પ્રમુખ મયુરભાઈ , રવિભાઈ વિગેરે હાજર રહ્યાં હતાં. માલતીબેન નુ સન્માન ગીતાબેન અને જયશ્રીબેન ઠકકરે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...