સમુદ્રીસફર:ઘોઘા-દહેજની જેમ કંડલા-હજીરા વચ્ચે 500 કરોડના ખર્ચે રોરો ફેરી સર્વિસની હિલચાલ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • DPTના ચીફ ઇજનેર સહિતના ચાર અધિકારીઓનો કાફલો હજીરા જઇને લોકેશન તપાસશે

દીન દયાળ પોર્ટ દ્વારા આગામી દિવસોમાં ઘોઘા દહેજની જેમ કંડલા-હજીરા રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ વધી રહી છે. આ અંગે અધિકારીઓની ટીમ હજીરા જઇને સ્થળ લોકેશન તપાસવા સહિતની બાબતની ચકાસણી કરશે. ત્યાર બાદ રીપોર્ટ આપશે.  હાલ આ 500 કરોડના પ્રોજેક્ટ માટે વિચારણા ચાલી રહી છે.  

અગાઉ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં અડચણો આવી ચૂકી છે 
ડીપીટીના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ઘોઘા દહેજની રોરો ફેરી સર્વિસની જેમ જ કંડલાથી હજીરા રોરો ફેરી સર્વિસ શરૂ કરવા માટે સરકાર દ્વારા દીન દયાળ પોર્ટમાં સૂચના આપવામાં આવી હતી. આ સૂચના પછી દીન દયાળ પોર્ટના સત્તાધિશો દ્વારા કેવી રીતે આગળ વધવું તે અંગે તૈયારી શરૂ કરવામાં આવી હતી. જેના પરીણામ રૂપે આગામી દિવસોમાં હવે અન્ય બાબતોની ચકાસણી કરીને આગળ વધવામાં આવશે તેમ જણાય છે. ચીફ ઇજનેર પાટીલ તથા અન્ય ત્રણ કર્મચારીઓ મળી ચાર અધિકારીઓની ટીમ શુક્રવારે કારમાં દહેજ, ઘોઘા, સુરત જવા રવાના થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે,  અગાઉ જે આવી ફેરી સર્વિસ શરૂ થઇ હતી તેમાં ભાડા અને ખર્ચના મુદ્દે અડચણો આવી ચૂકી છે. અન્ય સ્થળે થયેલી આ અડચણો પછી દીન દયાળ પોર્ટ કઇ દિશામાં કેવી રીતે આગળ વધે છે તે નક્કી થઇ જશે. 

અન્ય સમાચારો પણ છે...