તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કીડાણા હત્યામાં 36 કલાકના અંતે માતાનો પણ મૃતદેહ મળ્યો

ગાંધીધામ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 12 ના હત્યા, 13ના જાહેર, 14ના પુત્રી અને 15ના માતાનો મૃતદેહ મળ્યો
 • હત્યારાએ મનઘડત વાર્તા બાદ કબૂલાત આપી : આરોપી બે દિવસના રિમાન્ડ હેઠળ

ગળપાદર જેલ પાછળ સમજુતી કરારથી રહેતા ઇસમે માતા અને પૂત્રીને તા.12/2 ના કીડાણા લઇ જઇ ધોકા વડે મોતને ઘાટ ઉતારી બન્નેના મૃતદેહ ગટરમાં ફેંકી દીધા બાદ મૃતદેહ શોધવા પોલીસે નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિત જાણ કરી મદદ માગ્યા બાદ કીડાણા થી છ કિલોમીટર કાસેઝના લાલગેટ સુધી ઉંડાણ પૂર્વકની તપાસ બાદ ગત સાંજે પૂત્રીનો મૃતદેહ મળ્યો હતો અને બીજા દિવસે 36 કલાકની શોધખોળના અંતે માતાનો મૃતદેહ પણ કાસેઝ પાસેથી મળી આવ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટે 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન અને 13 વર્ષીય સોનિયાને બાઇક પર બેસાડી કીડાણાના જંગલમાં કાચબા લેવા જવાનું કહી લઇ ગયા બાદ ધોકા વડે માતા-પુત્રીને મોતને ઘાટ ઉતારી ગટરમાં ફેેંકી દીધો હોવાની ફરિયાદ મૃતક રજિયાની પુત્રી સરોજ ઉર્ફે રેશ્માએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યા બાદ મૃતદેહ શોધવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. જેમાં પોલીસ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી શોધખોળમાં તા.14/2 ના સાંજે કીડાણાથી 6 કિલોમીટર દૂર કાસેઝ લાલગેટ પાસેથી પુત્રી સોનિયાનો મૃતદેહ મળી આવ્યો હતો.

પરંતુ માતાનો મૃતદેહ મળ્યો ન હતો જે આજે સવારે કાસેઝ પાસેથી જ 36 કલાકની શોધખોળના અંતે મળી આવ્યો હતો. આ બાબતે પીઆઇ સુમિત દેસાઇને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ માતા-પુત્રીની હત્યા કરનાર આરોપી સંજયસિંગે પહેલાં મનઘડત વાર્તા બનાવી ગેરમાર્ગે દોર્યા હતા બાદમાં કડક પુછતાછ બાદ તે ભાંગી પડ્યો હતો અને હત્યા તેણે કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપી હાલ બે દિવસના રીમાન્ડ હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ચકચારી બનાવે અરેરાટી ફેલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો