તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને હરાવ્યો:સાસુ વહુએ ઘરેજ રહી મક્કમ મનોબળથી કોરોનાને હરાવ્યો

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તબીબી માર્ગદર્શન અનુસારના દેશી ઉપચાર કર્યા

કોરોનાનો પંજો ઘાતક બન્યો છે ત્યારે તેના સકંજામાં અનેક લોકો સપડાઇ ગયા છે અને મોટા ભાગના લોકો ઘરે જ આઇસોલેટ થઇ અને કોરોનાને હરાવ્યા છે. આ સમયમાં ધૈર્ય અને ડોક્ટરની યોગ્ય સલાહ મુજબ ઘરે સારવાર લઇને લોકો કોરોનાથી સાજા થયા છે ત્યારે કોરોનામાં સપડાયા બાદ સાસુ-વહુ ઘરે જ સારવાર કરી અને સાજા થયા છે.કામધેનુ ગૌ સેવા ગોપી મંડળમાં સક્રિય એવા સાસુ વહુએ ઘરેજ રહીને કોરોનાને માત આપી હતી.

ઘરે તેમણે નિયમીત ઉકાળા, ડોક્ટરની દવા લેતા હતા તો સેવાભાવી સંસ્થા દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા સંભાળાઈ હતી. પોઝિટિવ આવ્યાના 12 દિવસમાં આ બીમારી સામે તેમણે પોતાની સક્ષમતા સાબીત કરી હતી. હોસ્પિટલ કે ઓક્સિજન વગર પણ તમે ઘરમાં જ રહી સહી સલામત ડોક્ટરની દવા લઈ અને પૌષ્ટિક આહાર લઈને કોરોનાને હરાવી શકાય છે. નયનાબેન રાજુભાઈ જોશી અને રાખી અજયભાઈ જોશીના આત્મવિશ્વાસ અને મક્કમતાને સહુએ બીરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો