તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં ડબલ મર્ડર:કિડાણાના જંગલમાં કાંચબા પકડવાના બહાને લઇ જઇ માતા- પુત્રીની હત્યા

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમજુતી કરારથી સાથે રહેતા શખસે સામાન્ય ઝગડાઓમાં ધોકા વડે માર મારી મૃતદેહોને ગટરમાં ફેંકી દીધા!
  • મોડી રાત સુધી કિડાણા આસપાસની ઝાડીઓમાં મૃતદેહોને શોધવાનું કાર્ય ચાલતું રહ્યું, 9 વર્ષેથી આરોપી અને મૃતક સાથે રહેતા હતા

ગાંધીધામમાં માતા પુત્રીની હીચકારી હત્યા નિપજાવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવતા ચકચાર મચી હતી. મૃતક મહિલા સમજુતી કરારથી આરોપી શખસ સાથે 9 વર્ષે જેટલા સમયથી ગળપાદર જેલ પાછળ આવેલા ઝુંપડા વિસ્તારમાં રહેતી હતી. આરોપીએ કિડાણાના જંગલમાંથી કાંચબા પકડવા જવાનું બહાનું કરીને ત્યાં લઈ જઈ બનાવને અંજામ આપ્યો હતો. હજી સુધી મૃતદેહો મળ્યા નથી, પરંતુ લાકડા વડે માર મારીને આરોપીએ તેને ગટરમાં નાખી દીધા હોવાની ફરિયાદ મોટી પુત્રીએ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. તો મોડી રાત સુધી મૃતદેહોની શોધમાં પોલીસ કિડાણા આસપાસની ઝાડીઓમાં પેટ્રોલીંગ કરતી રહી હતી.

ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે સરોજ ઉર્ફે રેશ્મા સંજયસીંગ ઓજલા જાટે તેના પાલક પિતા સંજયસીંગ દર્શનસીગ ઓજલા જાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તે આરોપી પાલક પિતા, માતા રજીયા હાલનું નામ સીમરન અને બહેન સોનીયા સાથે ગાંધીધામના કૈલાશ સોસાયટીમાં, ગળપાદર જેલ પાછળના ઝુપડા વિસ્તારમાં રહે છે. તેઓ પહેલા બીકાનેર રહેતા હતા, જ્યાં તેની માતા સીમરનના ગફુરાબ્દુલ સાથે લગ્ન થયા હતા અને તેના થકી ત્રણ પુત્રી અને એક પુત્ર છે. .

પરંતુ પિતા સાથે માતા સાથે પિતાનું બનતું ના હોવાથી બાજુમાં રહેતા સંજયસીંગ રહેતો હતો, જેની સાથે માતા સીમરનને સબંધ થતા બાળકો અને માતા 2008માં ગાંધીધામ રહેવા આવી ગયા હતા. આરોપી સંજયસીંગ કડીયા અને પ્લબરનું કામ કરે છે. પુત્રીએ ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે પાલક પિતા અને તેની માતા વચ્ચે અવાર નવાર ખાવા પીવાની બાબતે તો ક્યારેક પહેરવા ઓઢવાની બાબતે ઝગડા થતા રહેતા હતા, અને આરોપી પિતા ત્રણેયની જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

12 ફેબ્રુઆરીના બપોરના તે ઘરે આવ્યો અને ફરિયાદીની બહેન અને મમ્મીને કહ્યું કે ‘ચાલો કાચબો લેવા કિડાણા બાજુના જંગલમાં જવાનું છે’ પછી બાઈકમાં બેસાડ્યા હતા અને સાથે એક ધોકો પણ લીધો હતો. જે પુત્રીનેજ પકડવામાં આપ્યો હતો. પછી સાંજના છ વાગ્યાના અરસામાં પાલક પિતા એકલો ઘરે આવ્યો હતો અને તેના કપડા લોહીથી ખરડાઈ ગયેલા દેખાતા હતા. ફરિયાદી પુત્રીએ પુછ્યું કે શું થયું તો તેણે નાકમાં કોઇએ માર્યું હોવાથી લોહી વહે છે અને પગમાં પણ વાગ્યુ છે, તેમ કહીને લોહી વાળા કપડા ધોવા કહ્યું હતું. તો પુત્રીએ માતા અને બહેન ક્યાં છે? તેવું પુછ્યુ તો ઓળખીતાને ત્યાં ડીલીવરી હોવાથી રોકાઈ ગયા હોવાનું અને કાલે સવારે આવશે તેમ કહ્યું હતું. ગભરાયેલી પુત્રી બાજુમાં રહેતા મહિલાને ત્યાં ચાલ્યી ગયેલી અને બીજા દિવસે પિતાએ ‘તારી મમ્મી, બહેન ને લેવા જાવું છુ’ એમ કહીને નિકળ્યા હતા.

ત્યારબાદ આરોપી સંજયસીંગ દર્શનસીંગ ઓજલા જાટએ સ્ટેશને આવી ગયો હતો અને ધોકા વડે માર મારી તેની સાથે સમજુતી થી સાથે રહેતી 41 વર્ષીય રજીયા ઉર્ફે સીમરન અને 13 વર્ષિય સોનીયાની કિડાણામાં કાચબો લેવા જવાનું બહાનું કરીને લઈ જઈ, ત્યાં ધોકા વડે માર મારીને ગટરમાં ફેંકી દઈ હીચકારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું. ડબલ મર્ડરની ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે બી ડિવિઝનના પીઆઈ સુમીત દેસાઈએ તપાસ ચાલુ હોવાનું અને હજી સુધી મૃતદેહો ના મળ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો