તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:7 ગ્રામ પંચયતને 3 કરોડથી વધુ રકમ ઓનલાઇન ચૂકવવામાં આવશે

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કામ માટે ચાલતી કવાયત
  • સાત ગ્રામ પંચાયતોના ગ્રામ સ્વરાજ પોર્ટલ ખોલી દેવામાં આવ્યા

ગ્રામીણ વિસ્તારની કાયાપલટ થાય અને જે તે રકમ વિકાસ કામની ચૂકવવામાં આવે તે સ્થિતિ ગ્રામ પંચયતમાં મોકલી દેવામાં આવે તે અંગે ઓનલાઇન પેમેન્ટ બારોબાર આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકારના આ અભિયાન સંદર્ભે ગાંધીધામ તાલુકા પંચાયત દ્વારા સાતેય ગ્રામ પંચાયતોના ગ્રામ સ્વરાજ પોર્ટલ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

સરકાર દ્વારા જે તે ગ્રામ પંચાયતોને સીધી બારોબાર ચૂકવણી કરવા માટે વ્યવસ્થા ગોઠવી છે. અગાઉ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત મારફત આ કામગીરી કરવામાં આવતી હતી. જેને લઇને કેટલીક વખત વિલંબ પણ થતો હતો. હવે નવી વ્યવસ્થામાં ગ્રામ પંચાયત જ રકમ જમા થાય તે માટે નક્કી કરાયું છે. ઓનલાઇન પેમેન્ટ સહિતની વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને તબક્કવાર જુદા જુદા પગલા ભરવામાં આવી રહ્યાના સંકેત મળી રહ્યા છે.

ગાંધીધામ તલુકા પંચાયત આમ તો જિલ્લામાં સૌથી નાની પંચાયત ગણાય છે. જેમાં આવેલી 7 ગ્રામ પંચાયતોમાં 15મા નાણાપંચની અંદાજે 3 કરોડ અને તાલુકા કક્ષાના અંદાજે 96 લાખ રૂપિયા ના ફંડમાંથી વિકાસ કામો હાથ ધરવામાં આવશે તે અંગે તબક્કાવાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસે જણાવ્યું હતું કે, સાતેય ગ્રામ પંચાયતોના ગ્રામ સ્વરાજમાં પોર્ટલ શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...