તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:એક હજારથી વધુ કર્મીઓની સેવા લેવાશે

ગાંધીધામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકાની 52 બેઠકો માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી
 • સોમવારે જાહેરનામું બહાર પડતાં જ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે : ફોર્મના 50 રૂપિયા ચૂકવવાના રહેશે

ગાંધીધામ સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને તા.8ના જાહેરનામું બહાર પડશે. 28 ફેબ્રુઆરીના યોજાનાર મતદાન માટે ફોર્મ ભરાવવાની કામગીરીનો સોમવારથી આરંભ થશે. ગાંધીધામ નગરપાલિકામાં બે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવીને ઉમેદવારી પત્રો લેશે. ચૂંટણી સંદર્ભે જુદી જુદી બાબતોની કામગીરી બજાવવા માટે એક હજારથી વધુ કર્મચારીઓને કામે લગાડવામાં આવી રહ્યા છે. જાણકાર વર્તુળોના દાવા મુજબ એક ફોર્મના 50 રૂપિયા ચૂકવવાના રહેશે.

શહેરમાં ચૂંટણી સંદર્ભે જોવામાં આવે તો અગાઉ આચારસંહિતાની અમલવારીના મુદ્દે નોડલ ઓફિસરની સૂચનાથી નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં લગાવવામાં આવેલા સરકાર કે જે તે પક્ષના બેનર, હોર્ડીગ્સ દૂર કર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પણ મીટિંગ યોજીને પોલીસ સાથે બેઠક યોજી તે સંદર્ભે કેટલા મતદાન મથકોને સંવેદનશીલ કેટેગરીમાં મુકવા જોઇએ તેની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. દરમિયાન 8મીથી ફોર્મ સ્વિકારવાનો તબક્કો શરૂ થઇ જશે. જેને લઇને ચૂંટણી પ્રક્રિયાને વધુ વેગ મળશે.

પાલિકા, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં ધમધમાટ જોવા મળશે. પાલિકાના 8થી 13 નંબરના વોર્ડની ચૂંટણીનો હવાલો સંભાળતા ચૂંટણી અધિકારી પી.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, ચૂંટણીની કામગીરી માટે એક હજારથી વધુ કર્મચારીઓની સેવા લેવામાં આવનાર છે. 8મીના જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ થઇ જશે. ઉમેદવાર સહિત ત્રણ ફોર્મ ભરવા આવવાનું રહેશે. કોરોના સંદર્ભે આપવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.

પાલિકામાં ઉમેદવારી પત્રો ભરવા વ્યવસ્થા ગોઠવાઇ
13 વોર્ડ માટે બે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, તે બન્ને પોત પોતાની ચેમ્બરોમાં બેસશે અને નગરપાલિકાના મુખ્ય દરવાજે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જેમાં સંબંધિત ઉમેદવારોને ત્યાર બાદ ચકાસીને મોકલવામાં આવશે. એક પછી એક ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જોકે, એવું પણ બની શકે છે કે સામાન્ય રીતે રાજકીય પક્ષો જે તે વોર્ડમાં એક સાથે ફોર્મ ભરવાનો આગ્રહ રાખતા હોય છે.

પરંતુ આ વખતે તેવું થઇ નહીં શકે. વોર્ડ દીઠ ચાર ઉમેદવારો જે તે પક્ષના ફોર્મ ભરશે તેને એક પછી એક ફોર્મ ભરવું પડશે તેમ જણાઇ રહ્યું છે. જ્યારે બીજી બાજુ તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે પણ બે આરઓની વરણી કરવામાં આવી છે. મામલતદાર દ્વારા મામલતદાર કચેરીમાં ફોર્મ સ્વિકારવામાં આવશે અને તાલુકા પંચાયત ખાતે પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફોર્મ સ્વિકારવામાં આવશે તેમ જાણવા મળે છે.

ઉમેદવારે સોગંદનામું ભરવાનું રહેશે
પ્રાપ્ત માહિતી મુજબ જે તે ઉમેદવારોને ફોર્મ ભરવાનું છે તેમાં કેટલીક કોલમો મુકવામાં આવી છે. ઉમેદવારના નિવાસસ્થાને શૌચાલય હોવાની સાથે સાથે બે બાળકોથી વધુ સંતાન નથી તે સહિતની માહિતી આપવાની રહેશે. આવી માહિતી ઉપરાંત અન્ય કેટલીક બાબતોની જાણકારી પણ ફોર્મમાં આપવાની હોવાથી તેમાં કોઇ કચાસ રહે તો ટેકનીકલ કારણોસર હરીફ પક્ષ વાંધો ઉપાડે તો વિવાદ થઇ શકે તેમ છે. જેને લઇને ભાજપ- કોંગ્રેસ સહિતના આગેવાનો તકેદારીના ભાગરૂપે વકીલોની સલાહ લઇને તેને ફોર્મ ભરાવવાની જવાબદારી આપવા માટે તૈયારીમાં લાગી ગયા હોવાના સંકેત પણ મળી રહ્યા છે.

13 વોર્ડની બેઠકના રોટેશન પર નજર

વોર્ડપહેલી બેઠકનીબીજી બેઠકનીત્રીજી બેઠકનીચોથી બેઠકની
ફાળવણી સ્ત્રીફાળવણી સ્ત્રીફાળવણી અનામતફાળવણી અનામત
અનામતઅનામતકે બીન અનામતકે બીન અનામત
1અનુ. જાતિસામાન્યપછાતવર્ગસામાન્ય
2સામાન્યસામાન્યસામાન્યસામાન્ય
3અનુ. જાતિસામાન્યસામાન્યસામાન્ય
4સામાન્યસામાન્યઅનુ. જાતિસામાન્ય
5અનુ. જાતિસામાન્યસામાન્યસામાન્ય
6પછાતવર્ગસામાન્યઅનુ. જાતિસામાન્ય
7પછાતવર્ગસામાન્યઅનુ. જાતિસામાન્ય
8અનુ. જાતિસામાન્યપછાતવર્ગસામાન્ય
9અનુ.આદિજાતિસામાન્યઅનુ. જાતિસામાન્ય
10સામાન્યસામાન્યસામાન્યસામાન્ય
11અનુ જાતિસામાન્યસામાન્યસામાન્ય
12પછાત વર્ગસામાન્યઅનુ. જાતિસામાન્ય
13અનુ. જાતિસામાન્યસામાન્યસામાન્ય
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો