તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકાની 52, તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની બે બેઠકો માટે અનુક્રમે જે તે આરઓ દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના 500થી વધુ કર્મચારીઓ માટે આજે તાલીમનું આયોજન ટાઉનહોલ તથા તોલાણી કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.ટાઉન હોલ ખાતે ઇવીએમનું નિર્દેશન કરી જુદી જુદી બાબતોની માહિતી આપવામાં આવી હતી. બે તબક્કે જુદા જુદા સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટણીમાં કોઇ કચાસ ન રહે તે માટે સૂચના આપવામાં આવી હતી.
રાજકીય પક્ષો હજુ ચૂંટણીના ઉમેદવારો માટે પોતાના પત્તા ખોલી રહ્યા નથી. અલબત, નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા પછી કેટલાકની ટિકીટ પાકી થઇ ગઇ છે ત્યારે કેટલાકના હજી જો અને તોની પરીસ્થિતિમાં ક્રાઇટ એરીયા મુજબ ટિકિટ મળે છે કે કેમ તે સહિતના પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. ખાસ કરીને ભાજપ,કોંગ્રેસ મુખ્ય હરીફ વચ્ચે ટક્કર થશે. પરંતુ તેમાં મતના વિભાજનમાં મહત્વની ભૂમિકા અપક્ષ સહિત આપ પાર્ટી વગેરે ભજવશે તેવી હાલના તબક્કે વાતાવરણ જોતાં શક્યતા જણાઇ રહી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા તબક્કે કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે.
નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ધમધમાટ શરૂ થઇ ગયો છે. આવી જ રીતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોના મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે ટાઉનહોલમાં પ્રિસાઇડીંગ ઓફિસર પી.ઓ.વન સહિતના જે કર્મચારીઓની સેવા લેવામાં આવનાર છે તેની તાલીમ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આરઓ, પ્રાંત ઓફિસર પી.એ. જાડેજા અને જે.કે. ચાવડા દ્વારા કર્મચારીઓને મહત્વની બાબતોની જાણકારી આપવામાં આવી હતી અને કયા તબક્કે શું કરવું તે સહિતની વિગત જણાવી ચૂંટણી પંચની સૂચનાના પગલે તેનું કડકાઇથી પાલન થાય તે માટે સૂચનાઓ આપી હોવાના સંકેત મળી રહ્યા છે. પંચાયતની ચૂંટણી માટેના ઇવીએમની રવિવારે ફાળવણી થશે તેમ ચૂંટણી અધિકારી ચિરાગ હિરવાણીએ જણાવ્યું હતું.
મૈત્રી સ્કૂલમાં કલેક્ટરે રાઉન્ડ લઇને ઇવીએમ સહિતની સૂવિધા મુદ્દે ક્યાસ કાઢ્યો
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રિસિવિંગ અને ડિસ્પેચ સેન્ટર માટે ગાંધીધામની વાત આવે ત્યારે મૈત્રી સ્કૂલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળ પર ઇવીએમ મુકવામાં આવ્યા છે. ગઇ કાલે આવેલા ઇવીએમને સ્ટ્રોંગરૂમમાં મુકીને શીલ મારવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ડી.કે. પ્રવિણાએ પણ સરકારી બાબુઓ સાથે આ સ્થળની મુલાકાત લઇને ચૂંટણીલક્ષી કાર્યવાહી અંગે શું પગલા લીધા છે અને શું શું સુવિધા છે તે સહિતની માહિતી મેળવી હતી.
નગરપાલિકા અને પંચાયત માટે અલગ અલગ જોગવાઇ
મૈત્રી સ્કૂલમાં જ શરૂ કરવામાં આવનાર સેન્ટરને અનુલક્ષીને કોઇ કચાસ ન રહે તે માટે જુદી જુદી સુવિધાઓની સાથે સાથે વીજ પુરવઠો જળવાઇ રહે તથા નેટની વ્યવસ્થા ન ખોરવાય તે સહિતના મહત્વની બાબતો પર પગલા ભરવામાં આવી રહ્યા છે. એક બિલ્ડીંગમાં પાલિકાના 1થી 7 વોર્ડ અને 8થી 13 તેમ અલગ અલગ ઉપર નીચે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે તેની બાજુમાં જ બીજા સંકુલમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.
ચૂંટણી સંદર્ભે લેવાઇ રહેલા પગલા
નગરપાલિકાના વોર્ડ નં. 8થી 13 માટે નિમાયેલા ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર પી.એ. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે પી.ઓ.વન અને પ્રિસાઇડીંગ ઓફિસરની તાલીમ માટે ટાઉનહોલમાં કામગીરી સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.
વહીવટી તંત્રમાં આવી ગરમી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને વહીવટી તંત્રમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ચાર તબક્કે ગોઠવણ કરવામાં આવી છે. નગરપાલિકા માટે પી.એ. જાડેજા તથા જે.કે. ચાવડા અને તાલુકા તથા જિલ્લા પંચાયતની 16+2 બેઠકો માટે મામલતદાર ચિરાગભાઇ હિરવાણીયા તથા તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસની નિમણૂંક કરવામાં આવી છે. આ ચારેય આરઓ દ્વારા પોત પોતાના ભાગે આવેલી કામગીરી સંદર્ભે વિવિધ પગલા લઇ રહ્યા છે. મામલતદાર ચિરાગ હિરવાણીયાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે 120 જેટલા પોલીંગ ઓફિસર-1ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીએ ફોર્મ માટે શરૂ કરી પૂછપરછ
જાણકાર વર્તુળોના દાવા મુજબ આ વખતે પ્રથમ વખત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ સમગ્ર રાજ્યમાં ઝંપલાવશે. તાજેતરમાં જ આ પક્ષના અગ્રણીએ ગાંધીધામની મુલાકાત લઇને પૂર્વ કચ્છ વિસ્તારની બેઠકો માટે સેન્સ લઇને ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા કરી હતી. હવે ફોર્મ ભરાવવાની કામગીરી સંબંધિત કાર્યકરોને સોંપવામાં આવી છે તેના અનુસંધાને આજે આરઓ સમક્ષ ઉમેદવારીના ફોર્મ લેવા માટે આ પાર્ટીના આગેવાનોએ સંપર્ક કર્યો હતો. જોકે, જાહેરનામું બહાર પડતાં જ તે દિવસથી ફોર્મનું વિતરણ થશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.