તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:50 ટકાથી વધુ વેરા વસૂલાત બાકી

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2019-20માં પાલિકાનો 36 કરોડનો વેરા વસૂલવાનો લક્ષ્યાંક
 • બાકીના ત્રણ માસમાં પાલિકાએ ઘોડું દોડાવી મસ મોટી રકમ વાળા બાકીદારો પર તવાઇ લાવવી પડશે

ગાંધીધામ નગરપાલિકાનું ઘોડું વેરા વસૂલવામાં દર વર્ષે હાંફી જાય છે. 50 ટકાથી વધુ વસૂલાત થતી નથી. અવારનવાર ટકોર પણ કરવામાં આવ્યા છતાં યોગ્ય માળખા અને વ્યવસ્થાના અભાવને લઇને જોઇએ તેવી વસૂલાત થઇ શકતી નથી. અત્યાર સુધી નક્કી થયેલા 36 કરોડના ટાર્ગેટમાંથી માત્ર 15થી 16 કરોડ જેટલી જ આવક થઇ છે અને 50 ટકાથી વધુ વસૂલાત થાય તેવું ચિત્ર જણાતું નથી. હવેના બાકી રહેલા ત્રણ માસમાં મોટી રકમો જેની બાકી છે તેની વસૂલાત માટે કડક કાર્યવાહી થાય તો ટાર્ગેટથી નજીક પહોંચી શકાશે તેવું જણાય છે. પાલિકા દ્વારા દર વર્ષે વેરા વસૂલાતની કામગીરીમાં નબળાઇ કામ કરતી હોય તેમ જણાય છે. અગાઉ એક તબક્કે નગરપાલિકાએ વેરા વસૂલાત માટે ઇજારો પણ આપ્યો હતો. તેમાં પણ સફળતા મળી નથી. અગાઉ સચિવ કક્ષાના અધિકારીએ વેરા વસૂલાતની બાબતે પાલિકાની ચિમકી પણ આપી હતી. પરંતુ તેની કોઇ ઝાઝી અસર થઇ હોય તેવું જણાતું નથી. અંદાજે 65 હજારથી વધુ મિલ્કતોમાં વેરાની વસૂલાત માટે જે પદ્ધતિએ નાણાંકીય વર્ષ શરૂ થતાં જ કામગીરી કરવી જોઇએ તેમાં ખોટ જોવા મળે છે. 10 ટકા રાહતની યોજનાની સાથે સાથે શરૂઆતના તબક્કે અન્ય રીતે પણ વેરાની વસૂલાત વધે તે માટે પગલા ભરવા જોઇએ. પાલિકાએ આગામી દિવસોમાં શું આયોજન કર્યું છે તે જાણવા મુખ્ય અધિકારી અને વહીવટદારનો સંપર્ક ન થતાં તેનું મંતવ્ય જાણી શકાયું નથી.

બાકીદારો અને પાલિકા વચ્ચે વિવાદ
સંકુલમાં આવેલી કેટલીક મિલ્કતોમાં પાલિકા અને બાકીદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. જેને લઇને લાંબા સમયથી આ બાબતે કોઇ નિરાકરણ ન આવતાં જોઇએ તેવીવસૂલાતમાં ફેર પડતો નથી અને આવી મિલ્કતોની રકમ દર વર્ષે ખેંચાતી આવે છે. વળી, લીટીગેશનને બાદ કરતાં સરકારી કે અન્ય મોટા બાકીદારોની મિલ્કતમાં પણ આમને સામને પ્રશ્ન ઉભા થતા હોય છે. જેને લઇને વસૂલાત માટે ટેબલ પર બેસી બન્ને પાર્ટી દ્વારા પ્રયત્ન કરવા જોઇએ તે થતા નથી. હાલ નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખ ન હોઇ વહીવટદારના સમયમાં કડક કાર્યવાહી કરી શકાય તેમ છે. જેને લઇને લોકોમાં પણ હાલ વહીવટદાર પર મીટ મંડાણી છે.

જીઆઇડીસીના વેરાનો પ્રશ્ન સળગતો
સંકુલના જુદા જુદા વિસ્તારોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગવાન બનાવવા ટીમ મોકલવામાં આવે છે. જે તે સ્થળે જતી ટીમ બાકીદારોને સમજાવીને વેરા ભરવા માટે સફળ થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સામાં પાલિકાની તિજોરીમાં વેરાની વસૂલાત ન થતાં નળ, ગટર કનેકશન કાપવામાં પણ આવે છે. આગામી દિવસોમાં આ કામગીરી હાથ ધરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. જોકે, જીઆઇડીસી સહિતના કેટલાક સ્થળો પર સુવિધાના મુદ્દે વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.

નવી મિલ્કતો પર ધ્યાન આપવું પડશે
સંકુલનો વિકાસ થઇ રહ્યો છે. રોજેરોજ નવા શોપિંગ સેન્ટરોથી લઇને રહેણાંક- બિનરહેણાંકની મિલ્કતોમાં વધારો થઇ રહ્યો છે. વધી રહેલી આ મિલ્કતોના વેરા સમયસર વસૂલાય તે માટે પાલિકાએ યોગ્ય આયોજન કરવું પડશે. વધતી જતી આ વિકાસની દોડમાં પાલિકાએ વેરા વસૂલાત માટે યોગ્ય માળખું બનાવીને નાણાંકીયવર્ષની શરૂઆતથી જ અભિગમ દાખવવો પડે તેવી સ્થિતિ છે. જે નવી મિલ્કતો ઉભી થતી જાય તેનો સર્વે કરીને પાલિકાના ચોપડે વેરા વસૂલાતમાં સાંકળી લેવી જોઇએ. વિવાદવાળા ટેક્સમાં જે તે પાર્ટી અને પાલિકા વચ્ચે બેઠક યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો