આઝાદી મહોત્સવ:કચ્છ મેરેથોન દોડમાં 4000થી વધુ લોકો ઉમંગથી જોડાયા

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય સિંધુ સભા યુવા શાખા દ્વારા ફીટ ઇન્ડિયા અનુસંધાને કરાયું આયોજન : ડીજે મ્યુઝીકના તાલે યુવાધન ઝૂમ્યું

ભારતીય સિંધુ સભા - (બીએસએસ)યુવા શાખા, ગાંધીધામ -આદિપુર દ્વારા આઝાદીના 75મા વર્ષની ઉજવણી અને ફીટ ઈન્ડિયા અભિયાનના આઝાદી કા અમૃત મહોત્સવને અનુસરીને કચ્છ મેરેથોન વોકથોન આયોજન કરવામાં આવ્યું હતું. ડીપીટીના મેદાનમાંથી શરૂ થયેલી આ મેરેથોન દોડમાં 4000થી વધુ લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા સુચારું કરવા પોલીસને જહેમત ઉઠાવવી પડી હતી.

ગાંધીધામ ઝંડાચોક ખાતે સમાપન થયેલી આ મેરેથોનમાં ઝુમ્બા, ફાયર શો, ડીજે, મ્યુઝિક, ડાન્સ, ફ્લેશ મોબ્સ, સેલ્ફી પોઇન્ટ સાથે ફીટ ઇન્ડીયાનો નારો લઇને દોડતા યુવાનો આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા. મુખ્ય મહેમાનો તરીકે ગુજરાત સ્પોટ્સ યુનિવર્સીટી વીસી અર્જૂનસિંહ રાણા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડૉ. માયાબેન કોડનાની, પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણી, મુકેશ લખવાણી વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...