તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ફાયર મેનની ભરતીમાં 300થી વધુ ફોર્મ રદ્દ થયા?

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રમાણપત્ર ન હોવાની દલીલ કરાઇ
 • ગાંધીધામના 8 અનુભવીને અન્યાયની બૂમ

રાજ્ય કક્ષાએ ફાયર બ્રિગેડમાં જુદી જુદી જગ્યાએ ભરતીની પ્રક્રિયા શરૂ કરાવવામાં આવી હતી. ભુજ નગરપાલિકામાં પણ આવી ભરતીની કામગીરી વેળા ફોર્મ ભરાયા પછી હવે અનુભવનું પ્રમાણપત્ર ન હોવા સહિતના મુદ્દે ગાંધીધામ 8 જેટલા અરજદારો મળી અંદાજે 300થી વધુના ફોર્મ રદ્દ કરાયાની ફરિયાદ ઉઠી રહી છે.

એક બાજુ રોજગારી માટે લોકો ફાંફા મારી રહ્યા છે. કોરોનાના કાળમાં પડ્યા પર પાટુ સમાન પરીસ્થિતિ સર્જાઇ રહી છે. બીજી બાજુ હવે ભરતીની પ્રક્રિયા જુદી જુદી સંસ્થાઓમાં સરકારની સચનાના પગલે શરૂ કરવામાં આવી રહી છે. જાણકાર વર્તુળના જણાવ્યા મુજબ ફાયર મેન સહિતની જુદી જુદી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

રાજ્ય કક્ષાએ શરૂ થયેલી આ ભરતીની પ્રક્રિયામાં ગાંધીધામ- કંડલા ફાયર બ્રિગેડમાં કાર્યરત સહિતના અરજદારોએ ભાગ લીધો હતો. ભુજ અનુકુળ સ્થળ પડતું હોવાથી ભુજ માટે જરૂરી દસ્તાવેજો સબમીટ કરીને ફોર્મ ભરવામાં આવ્યા હતા. અંદાજે 450 ફોર્મમાંથી 339 જેટલા ફોર્મ રિજેક્ટ કરાયા છે. જોકે, પ્રમાણપત્ર જોડ્યા છતાં ફોર્મ રદ્દ થયાની ફરિયાદ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો