રોજગારી:3 લાખથી વધુના ખાદી વસ્ત્રો ખરીદાયા, રાજકીય પક્ષો સહિતનાએ ગાંધી જયંતીની ઉજવણી કરી

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ વિવિધ સ્થળો પર આયોજનો કરવામાં આવ્યાહતા. નગરપાલિકા, તાલુકા પંચાયત, કોંગ્રેસ સહિતનાએ હારારોપણ, સફાઇ અભિયાન ચલાવ્યું હતું. જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ચાર ખાદી ભંડારોમાં ખાદીના વસ્ત્રો અને ઘર વખરીની બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ વળતર સાથે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 3.15 લાખથી વધુનું વેચાણ થયું હોવાના સંકેત મળી રહ્યા છે. જેમાં કુરતો, પાઇજામા, પોલીવસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે.

ખાદી અને ગ્રામ ઉદ્યોગ પ્રવૃર્તી દ્વારા રોજગારી મેળવતા નાના કારીગરોને નવી વધુ રોજગારી મળે તે માટે ગાંધીજયંતિ નિમિતે રાજ્ય સરકાર દ્વારા 20% અને કેન્દ્ર સરકાર દ્વારા 10% એમ કુલ 30% ડિસ્કાઉન્ટ બીજી ઓક્ટોમ્બરથી શરૂ થયેલ છે જે તા. 31 ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે. આ સંકલ્પને બળ આપવા તમામ પાર્ટી ના પદાધિકારી થી કાર્યકર સુધી ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર પરથી બબે ગણવેશ તેમજ ઘર વપરાશની વસ્તુ ઓ ખરીદી કરવી જોઈએ તેવો અનુરોધ ખાદી બોર્ડના ડાયરેક્ટર મોમાયાભાઈ ગઢવીએ કરી જણાવ્યું હતું કે, ગાંધીધામમાં ચાર સ્થળો પર ખાદીના વેચાણમાં અંદાજે 3.15 લાખથી વધુ રકમના વસ્ત્રો સહિતની ખરીદી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...