તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:સંકુલમાં દોઢ વર્ષમાં 1300થી વધુ ગીલોઇના છોડનું રોપણ કરાયું

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજના હજારથી વધુ લોકોએ ગીલોઇના ઉકાળાનું સેવન કર્યું
  • પાંચમી જૂનથી 5000 પ્લાન્ટેશન પ્રોજેક્ટ આરંભાશે

કોરોનાની મહામારીના પગલે લોકો તેનો ઇલાજ કરવા માટે જુદા જુદા નુસખા અજમાવતા હતા. અંદાજે દોઢેક વર્ષમાં 1300થી વધુ ગીલોઇના પ્લાન્ટેશન ઉભા કરાયા છે અને તા.5મી જૂનથી દેશના અન્ય વિસ્તાર અને અન્ય સ્થળ પર 5000 જેટલા ગીલોઇ પ્લાન્ટેશન માટે મફતમાં ડાળખી મોકલવા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. પ્રાથમિક તબક્કે 200 પ્લાન્ટેશન શનિવારથી જ શરૂ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરાઇ છે.

કોરોના રોગથી બચવા માટે જુદી જુદી દવા, ઉકાળાનું સેવન કરવામાં આવે છે. આદિપુર,ગાંધીધામમાં 2019 ઓગસ્ટથી 2020 સુધી 800 જેટલા ગીલોઇના પ્લાન્ટેશન કરવામાં આવ્યા હતા અને 2020ના લોકડાઉનમાં રોજના 1000 જેટલા લોકોએ 15 દિવસ સુધી ગીલોઇના ઉકાળાનું સેવન કર્યું હોવાનો દાવો ઉમેશ સોંડાગર દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં સંકુલના લોકો અને કોરોનાના દર્દી અને પરીવાર માટે મફત ગીલોઇ સેવા ચાલુ કરવામાં આવી છે.

મોટા શહેરોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં મફત સેવાથી 1100 જેટલા ગીલોઇના બેલ જમા કરાવ્યા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. તા.5 જૂનથી આદિપુર રેલવે સ્ટેશનની બાજુમાં શ્રીરામ સ્મૃતિ ઉપવન ખાતે આ અભિયાનને વધુ વેગ આપવા માટે 5000 ગીલોઇ પ્લાન્ટેશનના મેગા પ્રોજેક્ટ સંદર્ભે 200 પ્લાન્ટેશન કરીને પ્રોજેક્ટનો આરંભ કરાશે.

અન્ય સમાચારો પણ છે...