તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:પાલિકાના ચીફ ઓફિસર સહિત 100થી વધુ કર્મીએ રસી મુકાવી

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકામાં વેક્સિન આપવાની ચાલી કામગીરી
 • સરકારી વિભાગોમાં તબક્કાવાર રસીકરણની પ્રક્રિયા ચલાવવામાં આવી

કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી રસીકરણની પ્રક્રિયા કોરોના વોરિયર્સને આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તાલુકા હેલ્થ ઓફિસરની કચેરી દ્વારા સરકારી કચેરી ઉપરાંત અન્ય તબીબોને પણ સાંકળી લેવામાં આવ્યા છે. નગરપાલિકામાં ચીફ ઓફિસર સહિત 100થી વધુ કર્મીઓએ રસી મુકાવી હતી. આજે બીજા દિવસે પણ કર્મચારીઓએ રસીકરણની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા સર્વે બાદ કોરોના વોરિયર્સને રસીકરણ હેઠળ આવરી લેવા માટે તૈયારી શરૂ કરવામાં આવી હતી. અગાઉ તબીબોને વેક્સિન આપવામાં આવ્યા પછી તબક્કાવાર સરકારી- અર્ધ સરકારી કર્મચારીઓને પણ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નગરપાલિકામાં બે દિવસ ચાલેલી કવાયતમાં મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા સહિત 100થી વધુ કર્મીઓએ રસી મુકાવી છે. આ તબક્કો પુરો થયા પછી 50 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો