તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટર્નમાં હવે પરિવર્તન:રસીકરણના સમય કરતા સેન્ટર વધારાય તો વધુ લોકોને લાભ સંભવ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • દૈનિક વેક્સિન આપવામાં 18 પ્લસનો ભાગ વધીને 70% થયો
  • રસીના સપ્લાયમાં ફરી ખેંચ આવી રહ્યાનો સુરઃ રોજ સરેરાશ એક હજારને રસી

ગાંધીધામ તાલુકામાં વેક્સિન લેનારાઓની પેટર્નમાં હવે પરિવર્તન સાફ જોઇ શકાય છે. 45પ્લસનું મહતમ વેક્સિનેશન પતી જતા, દૈનિક વેક્સિનેશનમાં બીજા વયજુથનો રેશીયો જે વધુ હતો, તે 18પ્લસનો વધીને 70% જેટલો થઈ ગયો છે. પરંતુ આ સાથે ફરી રસીના સપ્લાયમાં ખેંચ વર્તાતી હોવાનો સુર પણ ઉઠવા પામ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વેક્સિનેશનના હાલ કાર્યરત સેન્ટરોની સંખ્યા વધારવાની જગ્યાએ તેના સમયગાળાને વિસ્તરીત કરવાના પ્રયાસો આદરાઈ રહ્યા છે. જ્યારે કે બીજી તરફ વેક્સિનનો સપ્લાય જે પહેલા સાપ્તાહિક ધોરણે એક સાથે થતી હતી, તે દૈનિક ધોરણે અને ખેંચ સાથે થતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. વર્તમાન સેન્ટરોમાં વેક્સિન આપવાના સમયગાળાને વધારવા કરતા લોકો સરળતાથી નજીકના કેંદ્રમાં પહોંચી શકે તે રીતે સાઈટ વધારવાની વધુ આવશ્યતા હોવાનું સામાજિક કાર્યકરો જણાવી રહ્યા છે.

ખાનગી કંપનીએ પોતાના કર્મીઓ માટે રાખેલા વેક્સિનેશન કેમ્પ જનરલ થતા વિવાદ
ગાંધીધામના ઝોન સ્થિત ખાનગી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે અલાયદો વેક્સિનેશન કેમ્પ રાખ્યો હતો. જેની પ્રક્રિયાને સરકારી રાહેજ રજીસ્ટ્રેશન થી પસાર થવાનું હોય તેને ઓનલાઈન ચડાવતા, તેને એક જુથ પુરતુ સીમીત રાખવાની જગ્યાએ જનરલ કરી દેવાતા સહુને સ્લોટની ઉપલબ્ધતા દેખાઈ હતી. જેથી કેટલાક નાગરિકોએ પોતાના સ્લોટ પણ બુક કર્યા હતા, પરંતુ ત્યારબાદ સ્થળ પર પહોંચતા તે માટે કંપનીના કર્મચારીઓ માટે હોવાનું કહીને તેમને વેક્સિન ના અપાતા કચવાટનો માહોલ ઉભો થયો હતો. આવું થયા પાછળ ઓનલાઈન પ્રક્રિયાની માનવીય ભુલ જવાબદાર હોવાનું જાણવા મળે છે. તો આ વેક્સિનનો જથ્થો ક્યાંથી મળ્યો? તે જાણવાના પ્રયાસોમાં તે અમદાવાદની ખાનગી હોસ્પિટલ અને વેક્સિન ઉત્પાદક કંપની પાસેથી સીધી રીતે ખરીદાઈ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...