કાર્યક્રમ:ચૂંટણી પ્રક્રિયામાં વધુને વધુ યુવાનો જોડાય

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તોલાણી કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન
  • ચૂંટણી કામને અનુલક્ષીને અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના એનએસએસ યુનિટ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન તથા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા મામલતદારે છાત્રોને ચૂંટણી કાર્ડના સુધારાથી લઇને વિવિધ વિગતોની માહિતી આપી ચૂંટણીમાં વધુને વધુ યુવાનો જોડાય અને દેશની ભાવિ સુરક્ષીત કરે તે માટે ભાર મુક્યો હતો.

યોજાયેલા કાર્યક્રમમાં મામલતદાર ચિરાગ હિરવાણીયાએ એનએસએસના સ્વયંસેવકોને મતદાર જાગૃતિ સંદર્ભે નવા કાર્ડ કેવી રીતે બનાવવા, કાર્ડમાં સુધારા વગેરેની વિસ્તૃત સમજણ આપી હતી. સાથે સાથે 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ યુવાનો જોડાય અને દેશનું ભાવિ સુરક્ષીત કરે તે માટે 18 વર્ષથીઉપરના છાત્રો ઝડપથી પોતાના કાર્ડ બનાવે અને પોતાના રહેઠાણન લોકોના ચૂંટણી કાર્ડ બનાવાવ પ્રેરીત કરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

કેમ્પસ એમ્બેસેટર દ્વારા કોલેજમાં વધુ વિદ્યાર્થીઓઇલેકશન કાર્ડ બનાવે તે માટે છાત્રોને પ્રેરીત કરવા પણ જણાવાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુશીલ ધર્માણીએ સ્વાગત કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ભરત મોઢ પટેલ, દિશા ગોસ્વામી, ડૉ. મીતેશ પટેલ દ્વારા મામલતદારનું શાલ અને અન્ય પ્રતિક ભેટ આપીને સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...