તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ અભિયાન:વધુ ને વધુ લોકો અંગદાન તરફ વળે તે માટે માહિતિ અપાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માયુમ સહિતની સંસ્થાનું અંગદાન જાગૃતિ અભિયાન

મારવાડી યુવા મંચ, માયુમ જાગૃતિ શાખા અને માયુમ ઉદય શાખા દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન મારવાડી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. ત્રણેય સંસ્થાઓ દ્વારા મુખ્ય વક્તા ડો.કપિલ સંઘવીનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયું હતું. 40 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

મુખ્ય વક્તા ડો.સંઘવીએ અંગદાન વિશે વિસ્તૃત માહિતિ આપી વધુમાં વધુ લોકો અંગદાન કરે તે અંગે સોને પ્રેરીત કર્યા હતા. ઉપસ્થિત લોકોને મુંઝવતા પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન સંદિપ બાગરેચાએ કર્યું હતું. મંચ સંચાલન ગુજરાત પ્રાંત મારવાડી યુવા મંચના અંગદાન નેત્રદાનના સંયોજક રેખા જૈન દ્વારા કરવામા આવ્યું હતું. ઉપસ્થિત અલગ અલગ મહિલા સંસ્થાઓના હોદ્દેદારોનું દુપટ્ટા સાથે સ્વાગત કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નંદલાલ ગોયલ, જિતેન્દ્ર જૈન, રશ્મિ બાગરેચા, રાજુલ જૈન, સંગીતા શાહ વગેરેનો સહયોગ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...