ગુમ:ગાંધીધામમાં સાત મહિનાથી લાપત્તા યુવાનની ભાળ નહીં

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુમ યુવાન. - Divya Bhaskar
ગુમ યુવાન.

ગાંધીધામ ખાતે અમદાવાદથી રોજગારીની આશાએ આવેલો 30 વર્ષીય યુવાન એપ્રીલ માસમાં ગૂમ થયા બાદ આજે 7 મહિને પણ તેની કોઇ ભાળ મળી નથી. વૃધ્ધ માતા સહિત પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

આ ઘટનાની વિગતો એવી છે કે, ગૂમ થનાર 30 વર્ષીય ગૌરાંગકુમાર પરષોત્તમભાઇ પરમાર ગાંધીધામ નવી સુંદરપુરી ખાતે રહેતા તેના માસીના ઘરે આવ્યો હતો. એક માસ રોકાયેલો આ યુવાન તા.18/4 ના રોજ અમદાવાદ જવાનું કહીને નિકળ્યા બાદ લાપત્તા થયો હતો જેની શોધખોળ પરિવારે જાતે કરી હતી પરંતુ કોઇ પત્તો ન મળતાં આ બાબતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે તા.27/10 ના રોજ લાપત્તા થયેલા યુવકના 60 વર્ષીય માતા સ્મીતાબેન પરષોત્તમભાઇ પરમારે ગૂમનોંધ નોંધાવી હતી. તેમણે ગૂમનોંધમાં જણાવ્યા મુજબ તેમનો પુત્ર ગૌરાંગ ધૂની છે અને તે ઘરેથી નિકળ્યા બાદ અગાઉ પણ બે ચાર માસે ઘરે આવતો રહ્યો હોવાની પણ ઘટના બની છે એટલે તે આવી જશે તેમ હોવાને કારણે આ ગૂમનોંધ મોડી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ આજે આ ઘટનાને 7 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પુત્રની ભાળ ન મળતાં પરિવારમાં ચિંતાનો માોહોલ છે.

અન્ય સમાચારો પણ છે...