તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગૂમ થયેલા પિતા-પુત્રના મૃતદેહ મળ્યા : આખી રાત શોધખોળ બાદ સવારે ભાળ મળી

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આદિપુર દુકાનેથી કહ્યા વગર નિકળ્યા બાદ અકળ કારણે અંતરજાળના તળાવમાં ઝંપલાવ્યું

આદિપુરમાં દુકાનમાંથી કહ્યા વગર નિકળી ગયા બાદ ગૂમ થનાર પિતા-પુત્રનો મૃતદેહ અંતરજાળ પાતાળીયા હનુમાન મંદિર પાસેના તળાવમાંથી મળતાં તંત્ર દોડતું થયું હતું.

મેઘપર બોરીચીના મંગલેશ્વર નગરમાં રહેતા મનોજ ગુરૂમુખદાસ નાથાણીએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. તેમના 65વર્ષી પિતા ગુરૂમુખદાસ ડાલુમલ નાથાણી અને મોટા ભાઈ 42 વર્ષીય કનૈયાલાલ ગુરૂમુખદાસ નાથાણી ગત. તા.10-11ના બપોરે 12:30 સુધી તેમની પી.જે.પાવર નામની દુકાને જ હતા જે 64 બજારમાં ઝૂલેલાલ મંદિર પાસે આવેલી છે. આ બન્ને પિતા-પુત્ર હમણાં આવીએ છીએ તેમ કહી દુકાનેથી નીકળી ગયા હતા. બાદમાં મોડેક સુધી આ બન્ને પરત ન આવતાં તેમની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ ક્યાંય પતો ન મળતાં અંતે પોલીસ મથકે ગુમ નોંધ કરાઈ હતી. જેમાં રાત્રે ખ્યાલ આવ્યા બાદ ગાંધીધામ ફાયર ફાઇટર અને ઇઆરસીની ટીમે શોધખોળ આદર્યા પછી આજે સવારે પિતા અને પુત્રનો મૃતદેહ અંતરજાળ પાતાળિયા હનુમાન મંદિર પાસેના તળાવમાંથી મળી આવતાં દોડધામ મચી હતી. જો કે બન્ને જણાએ શા માટે આ પગલું ભરી લીધું તેનો ભેદ અકબંધ છે જે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે. બનાવની થતાની સાથે જ ઘટના સ્થળે ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભગીરથસિંહ જાડેજા, નરેશભાઈ ગુરબાની, શામજીભાઈ, ઉપરાંત અંતરજાળ ગામના લોકો પણ દોડી આયા હતા.

ચપ્પલ અને બાઇક મળતાં ઇઆરસી અને ફાયરબ્રિગેડ કામે લાગી
ગત મોડી સાંજે અંતરજાળ ગામે પાતાળીયા હનુમાનની બાજુમાં તળાવ પાસેથી બાઈક અને ચંપ્પલ મળતા ગાંધીધામ ફાયરબ્રિગેડ અને ઈમજરન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા તળાવમાં શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં આજે સવારે પિતા-પુત્રના મૃતદેહ મળ્યા હતા. બનાવને પગલે પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો