તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:લખાગઢના ઇસમનું છરીની અણીએ સગીરા પર દુષ્કર્મ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોટા વાયરલ કરવાની ધમકી આપી બદકામ કર્યું

રાપર તાલુકાના લખાગઢમાં રહેતા ઇસમે છરીની અણીએ સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા પછી વધુ ત્રણ વખત બદકામ કર્યા પછી ફોટા વાયરલ પણ કર્યા હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ છે. આ બાબતે ભોગ બનનાર સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સગીર વયની પુત્રી સાથે નરેશ ભચુ પરમારે પહેલાં છરીની અણીએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

આ બદકામ કરવાની સાથે તેણે મોબાઇલમાં વીડિયો ફોટા પણ પાડી લીધા હતા અને ત્યારબાદ આ વીડિયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી વધુ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે તા.26/6 ના આખરે સગીરાએ પરિવારને આ બાબતે અવગત કરતાં તેમણે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દુષ્કર્મના ઘટનાક્રમની શરૂઆત ચાર-પાંચ મહિના પહેલા ચાણસ્માથી થઇ હોવાનું ફરિયાદમાં જણાવ્યુ઼ હતું.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આ બદકામ કરનાર આરોપીએ વીડિયો-ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા. પોલીસે બળાત્કાર અને આઇટી એક્ટ સહિતની કલમો તળે તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસ સીપીઆઇ રાપર એમ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...