તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:બ્લેક પેન્થર ક્લબના સભ્યો દ્વારા 11 લાખ તુલસીના રોપા ઉગાડવાનો સંકલ્પ

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએસએફ કેમ્પમાં વૃક્ષ નહીં, તો ઓક્સિજન નહીંનો સંદેશો અપાયો
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંસ્થાઓએ વૃક્ષો વાવીને કરી

ગાંધીધામ શહેર અને તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જુદી જુદી સંસ્થાઓ, મંડળોએ વૃક્ષારોપણ ઉપર ભાર મૂકીને પર્યાવરણના જતન માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. બ્લેક પેન્થર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 1100000 તુલસીના રોપા ઉગાડવાના સંકલ્પ નિમિત્તે આજરોજ સહભાગી થવા આમલેશ્વર મહાદેવ, માથક મધ્યે તુલસી સહિતના અન્ય રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રોટરી સર્કલ ગાંધીધામ થી આમલેશ્વર મહાદેવ માથક સુધીનું પર્યાવરણ અને લોકોના ફિટનેસની જાગૃતિ અનુક્રમે સાયકલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના પ્રમુખ દીપેન સોલંકી તથા દર્શક ઘોઘારી , પ્રશાંત ધામી, પ્રતીક વરુ તથા રાજેશ ધવન તેમજ અન્ય સભ્યો સહભાગી થયા હતા.

આદિપુર મહિલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ કે.પી.સાગઠીયા, સ્ટાફ તેમજ 181 મહિલા અભયમની ટીમ દ્વારા પર્યાવરણ છે તો આપણે છીએ, પર્યાવરણના જતન પર ભાર મુકી વૃક્ષારોપણ કરી ઉજવજ્ણી કરાઇ હતી. બીએસએફ બટાલિયન કેમ્પ 150 માં આરતી જનાર્દનના નેતૃત્વમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં કમાન્ડન્ટ જનાર્દન પ્રસાદના નેતૃત્વમાં અધીકારીઓ અને જવાનોએ વૃક્ષારોપણ કર્યુ઼ હતું જેમાં વન વિભાગના અધીકારી પી.એમ.જાદવ અને ટીમ જોડાઇ હતી.

ગળપાદર ખાતે પ્રકૃતિનો નાશ ન કરો તે સંદર્ભે પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજાના પ્રકલ્પ મુજબ, મારવાડી યુવા મંચ, અંબાજી સેવા ટ્રસ્ટ, જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનના સહયોગથી 300 વૃક્ષના રોપાઓ પીંજરા સાથે વવાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, બાબુભાઇ ગુજરિયા, ધનજીભાઇ હુંબલ, કાનજીભાઇ વીરડા, શ્યામસિંહ રાઠોડ, મહેશ પૂંજ વગેરે જોડાયા હતા.

આદિપુર રેલ્વે સ્ટેશન નજીક રામ સ્મૃતિ ખાતે 5,000 ગીલોય પ્લાન્ટેશનના મેઘા પ્રોજેક્ટ સંદર્ભે 200 ગીલોયનું વાવેતર કરવામાં આવ્યુ઼ હતું જેમાં ભારત વિકાસ પરિષદના સભ્યો અને અન્ય આગેવાનો જોડાયા હતા. ગુરુકુળ વિસ્તારમાં લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં વિભાગીય પ્રમુખ કે.સી., પ્રવિણભાઈ હાલાણી, સુનીલભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...