સેવાકીય પ્રવૃતિ:નાગલપરની કોવિડ‌‌ હોસ્પિટલમાં દોઢ લાખની દવાની સહાય

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીમાભાઇ હમીરભાઈ હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિ

કોરોના કાળમાં માનવસેવા અને સેવા એ જ પરમ ધર્મ અને કર્તવ્ય છે તેને સાર્થક કરતા ભીમાભાઇ હમીરભાઇ હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંજાર તાલુકાના મોટી નાગલપર ખાતે આવેલી રોટરી રોટરી કોવિડ સેન્ટર હોસ્પિટલમાં રૂપિયા દોઢ લાખની કિંમતની દવાની સહાય આપવામાં આવી છે.

ભીમા ભાઇ હમીરભાઈ હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરામ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન તેમજ કચ્છના દાનવીર ઉધોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હૂંબલ પરિવાર તરફથી જરૂરિયાતમંદને દાન કરવામાં આવે છે. કપરા કાળમાં આ પરિવાર કચ્છના લોકોની સાથે ઉભો રહે છે તેનું જ એક ઉદાહરણ છે. નાગલપર ખાતે આવેલી રોટરી કોવિડ હોસ્પિટલમાં હૂંબલ ચેરીટેબલ ટ્રષ્ટ અને હૂંબલ પરિવાર દ્વારા દોઢ લાખની કિંમતની દવા દાનમાં આપવામાં આવી છે. પરિવાર દ્વારા હોસ્પિટલ ઇન્ચાર્જ કોમલ બેન ગઢવી ને દોઢ લાખની કિંમતની દવા હોસ્પિટલના દર્દીઓ માટે આપવામાં આવી હતી. કોરોના કાળમાં આ સંસ્થા દ્વારા હોસ્પિટલને અવારનવાર મદદ કરવામાં આવી રહી છે. આજે દવા હોસ્પિટલને સહાય કરવામાં આવી ત્યારે રોટરી કલબના પ્રમુખ ઘેલાભાઈ આહીર, હોસ્પિટલના સ્ટાફ કોમલબેન , કે.સી. અગ્રવાલ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...