અર્થતંત્ર:GST રિર્ટન ફાઈલીંગના સરળીકરણમાં તંત્રનો અભિગમ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરમાં સીજીએસટી અને સંકુલના વેપાર ઉધોગના અગ્રણીઓ વચ્ચે બેઠક મળી
  • ટેક્સ અનુપાલનમાં ખર્ચાનો બોજ વધુ, નાના વેપારીઓની રાહત માટે ફોર્મ્યુલાની માંગ

ગાંધીધામ ચેમ્બર ખાતે વેપાર ઉધોગના અગ્રણીઓ અને સીજીએસટીના કમિશનર, જોઇન્ટ કમિશનર સહિતના અધિકારીઓ વચ્ચે જીએસટી રીર્ટન ફાઈલીંગ માટે નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સુધારાઓ અને સરળીકરણના માપદંડો અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કમિશનરે વિભાગ રીર્ટન ફાઈલીંગના સરળીકરણ અંગે સક્રિય હોવાનું અને તે માટે મહત્વપુર્ણ નિર્ણયો પણ લેવાયા હોવાનું જણાવ્યું હતું. ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈનએ સહુનું સ્વાગત કરતા શરૂઆતમાં જણાવ્યું કે વેપાર અને ઉધોગકર્તાઓને ઘણુ બધુ મુડીરોકાણ અને જોખમો સાથોસાથ ટેક્સ અનુપાલન પણ કરવાનું થાય છે.

વિભાગ સકારાત્મક અભિગમથી એક તંદુરસ્ત પ્રલાણીનું નિર્માણ થાય, ક્યારેક કામના ભારણથી ભુલો કે શરતચુકો રહી જાય તો વિભાગ સકારાત્મક અભિગમ દાખવે તો દબાણ અને ભારણ હળવું થઈ શકે. જોઇન્ટ કમિશનરે પોતાની વાત રાખ્યા બાદ વિભાગ દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝેન્ટૅશન વિવિધ સ્કિમો અંગે માહિતી અપાઈ હતી. જીએસટી કમિશનર આનંદકુમારે ચેમ્બરનો આભાર વ્યક્ત કરીને રાષ્ટ્રના વિકાસમાં અને અર્થતંત્રને વેગ આપવા ટેક્સ મહત્વનું હોવાનું જણાવી કોરોના કાળમાં પણ ક્લેક્શનમાં થતા સતત વધારાને વેપાર, ઉધોગ અને વિભાગની સંયુક્ત રીતે સારી કામગીરી લેખાવી હતી.

તેમણે ટ્રેડની સુવિધા આખુ વર્ષ સતત સક્રિય હોવાનું જણાવીને ગમે ત્યારે કોઇ રજુઆત માટે ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક સાધી શકે છે તેમ જણાવ્યું હતું. તેમણૅ જેમ કરદાતાઓ વધશે તેમ રેવન્યુમાં વધારો થતાં કરના દરો ઘટશે તેમ જણાવ્યું હતું. ચેમ્બરના પુર્વ પ્રમુખ અશોક ચાવલાએ જણાવ્યું કે મોટા ઉધોગોના રીટેલ સેક્ટરમાં પ્રવેશથી નાના વેપારીઓના ધંધા મોટા પાયે ઘટી ગયા છે.

ટેક્સ અનુપાલન ખર્ચાઓના બોજ હળાવા કરવા નાના વેપારીઓને મોટી રાહત આપતો ફોર્મ્યુલા જાહેર કરવો જોઈએ. સંજય રુચંદાણીએ એક્સપોર્ટ રીફંડ માટે એફઓબી વેલ્યુ ન લેતા શિપિંગબીલની રકમ પર આકરણીનું સુચન આપ્યું હતું. બેઠકમાં પુર્વ પ્રમુખ દિનેશ ગુપ્તા, ચાવલા, તેજા કાનગડ, મહેશ તિર્થાણી, જતિન અગ્રવાલ, હરેશ મહેશ્વરી, હેમચંદ્ર યાદવ, મોહનલાલ ગોયલ, નવનીત ગજ્જર સહિતના હાજર રહ્યા હતા.

3 સ્ટેજ આપીને 90 દિવસની મુદત વધારાઈ
જોઇન્ટ કમિશનર રામ વિશ્નોઈએ જણાવ્યું કે કરદાતાઓને ઉત્સાહિત કરવા માટે રજીસ્ટ્રેશનના હુકમોને હળવા કરવામાં આવ્યા છે. 30-30 દિવસના ત્રણ સ્ટેજ આપી 90 દિવસ સુધીની મુદત વધારી દેવામાં આવી છે. તેમજ લેટ ફી માફ કરીને પેનલ્ટીમાં રાહત અપાઈ છે. પહેલા 16 રીર્ટન ભરવામાં આવતા હતા, જેને ઓછા કરીને 8 રીર્ટનના ફોર્મેટમાં સરળીકરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...