તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાકડિયાની મીના એજન્સીમાંથી બે બાળમજૂર મુક્ત કરાવતું તંત્ર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મદદનિશ શ્રમ અધિકારીએ માલિક વિરુધ્ધ ગુનો નોંધાવ્યો

ભચાઉ તાલુકાના લાકડિયા પાસે આવેલી મીના એજન્સી લિ. નામની ખાનગી કંપનીમાંથી ગાંધીધામ શ્રમ આયુક્ત કચેરીના મદદનિશ અધીકારીએ બે બાળ મજૂરોને મુક્ત કરાવી કંપનીના માલીક વિરૂધ્ધ લાકડીયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીધામ શ્રમ આયુક્ત કચેરીના મદદનિશ શ્રમ અધીકારી એચ.એમ.પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ઇન્ડ્રસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થઓફિસર એ.પી.ઝાલા, એનસીએલપીના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.કે.ચારણ, પ્રોગ્રામ મેનેજર એ.બી.મહેતા, ચાઇલ્ડ લાલન ભુજના સલીમ સમા અને લાકડિયા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ આર.યુ.ઝાલાને સાથે રાખી ગત બપોરે લાકડિયા ખાતે આવેલી મીના એજન્સી લી.માં બાળમજૂરી નાબુદી ઝૂંબેશ હેઠળ દરોડો પાડ્યો હતો. જેમાં બે બાળ મજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહ ઓબઝર્વેશન હોમ ભુજ ખાતે સુપરત કરાયા હતા.

બાળ મજૂરી કરાવનાર મીના એજન્સી કંપનીના માલિક જયેશકુમાર જે.શાહ વિરુધ્ધ બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમની કલમો હેઠળ લાકડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે શ્રમ અધિકારીએ નોંધાવેલી ફરીયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...