તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મિકેનિકનો મોબાઇલ લૂંટનાર 1 દબોચાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છરીની અણીએ થયેલી લૂંટના બનાવનો ભેદ બીજા જ દિવસે ઉકેલાયો
  • 7 મોબાઇલ, બાઇક અને છરી સહિત પોલીસે 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીધામના ગોપાલપુરી ગેટ નજીક પગપાળા જઇ રહેલા શિપિંગ કંપનીના મિકેનિકના ગળા પર છરી રાખી બાઇક પર આવેલા બે જણાએ રૂ.22 હજારની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી હોવાની ઘટનાનો ભેદ ચૂંગીનાકા પાસેથી એક આરોપીને પકડી લઇ એ-ડિવિઝન પોલીસે બીજા જ દિવસે ઉકેલી લીધો છે.પકડાયેલા આરોપી પાસેથી 7 મોબાઇલ, બાઇક અને છરી સહિત કુલ રૂ.1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બાબતે પીઆઇ ડી.એમ.ઝાલાએ વિગતો આપી હતી કે, ગાંધીધામના ખોડિયારનગર ખાતે રહેતા અને રિશિ શિપિંગમાં એન્જિન મિકેનિક તરીકે ફરજ બજાવતા 21 વર્ષીય ચંદનકુમાર રામનરેશ ગૌતમ તા.3/7 ના સાંજે નોકરી પુરી કરી ભાનુભવન પાસે બસમાંથી ઉતરી પગપાળા ઘરે જઇ રહ્યા હતા. તેઓ ગોપાલપુરીના પાછલા ગેટ પાસે પહોંચ્યા ત્યારે સામેથી બે બાઇક સવાર આવીને ઉભા હતા તેમાં પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરી તેમના ગળે છરી રાખી રૂ.22,990 ની કિંમતનો મોબાઇલ લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ તેમણે નોંધાવ્યા બાદ જુદી જુદી ટીમો બનાવી વોચ રખાઇ હતી તે દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ લૂંટની ઘટનાને અંજામ આપનારમુળ રાપરની શિરાનીવાંઢનો હાલે નવી સુંદરપુરી રહેતા દિલીપ ઉર્ફે દિપો રામજી મકવાણાને ચૂંગીનાકા પાસેથી લૂંટથી મેળવેલા 7 મોબાઇલ , બાઇક અને લૂંટમાં વપરાયેલી છરી સહિત કુલ રૂ. 1,29,990 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે આ ઘટનાનો બીજો આરોપી ગાંધીધામ બસ સ્ટેશન પાસે રહેતો યાસિન હજી પોલીસ પકડથી દૂર છે તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ રીતે આરોપીઓ ઘટનાને અંજામ આપતા
તા.3/7 ના રોજ રીશી શિપિંગ કંપનીમાં મિકેનિકના ગળે છરી રાખી મોબાઇલની લૂંટ ચલાવનાર બે પૈકી એક આરોપી દિલીપ ઉર્ફે દિપાને પોલીસે દબોચી લીધો હતો જેમાં પકડાયેલા આરોપીની પુછપરછમાં જાણવા મળેલી વિગતો મુજબ બન્ને આરોપી દિલીપ અને યાસીન રાત્રીના અંધારામાં રાહદારીઓને રોકી ગળે છરી રાખી ધાક ધમકી આપી લૂંટને અંજામ આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...