જન જાગૃતિ કાર્યક્રમ:કંડલા, અંતરજાળ તળાવથી 600 કિલો પ્લાસ્ટિક સહિતની સામગ્રી એકત્ર કરાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોટરેક્ટ ક્લબ દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે કરાયું આયોજન
  • ફુલહાર અને ખાધ સામગ્રીને રિસાઇકલ કરીને ખાતર બનાવવા મોકલવામાં આવશે

ગણેશ મહોત્સવ નિમિતે રોટ્રેક્ટ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે સહુને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવા અને વિસર્જન કરવા આવેલા ભાવિકો પાસે પ્લાસ્ટિક, ફૂલ સહિતની સામગ્રી એકત્ર કરી અલગ તારવી હતી.રોટ્રેક્ટ ક્લબ ઓફ ગાંધીધામના યુવાનો દ્વારા કંડલા ખાતે 300 કિલો કટી નદી પાસે તેમજ અંતરજાળ તળાવ ખાતે 600 કિલો જેટલી સામગ્રી વિસર્જનના સમયે સામાન એકત્ર કર્યો હતો. વિસર્જન માટે બેનર લગાડી ક્લબના સભ્યો દ્વારા પૂજાપાના સામાન અલગ કરી પ્લાસ્ટિક નો કચરો તેમજ ફૂલ હાર તથા ખાદ્ય સામગ્રી ને અલગ કરી 15 બેગમાં સામગ્રી એકત્ર કરીને ડમ્પિંગ યાર્ડમાં રિસાયકલ કરી ખાતર બનાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

ક્લબના અગ્રણીએ જણાવ્યું કે જનતાએ ખુબજ સારી રીતે સાથ સહકાર આપ્યો હતો. આ કાર્યવાહીમાં પ્રમુખ ભૂષણ સોની, સેક્રેટરી બાદલગીરી ગોસ્વામી, પાર્થ વઝીરાણી, ઋષિલ, શ્રીદત્ત શર્મા,પારસ સોની,પિયુષ મિરાણી ,પ્રકાશ ઐયર હિમાલય ઉચવાની, મિતેશસિંહ જાડેજા સહીત ,ચિંતન વાઢેર,જયદીપ આસનની, સાજન પટેલની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...