તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માંડવીના ડોણનો શખ્સ ~ 2.16 લાખના મુદ્દામાલ સાથે દબોચાયો

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરની 5 ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો
  • ત્રણ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીઓને ત્રણ વર્ષથી અંજામ આપતો હતો

આદિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચોરીઓને અંજામ આપતા માંડવી તાલુકાના ડોણ ગામના શખ્સને એલસીબીએ રૂ.2.16 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઇ ત્રણ ઘરફોડ ચોરી સહિત પાંચ ચોરીઓનો ભેદ ઉકેલી લીધો છે.

પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયા અને પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના અંતર્ગત એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, માંડવી તાલુકાના ડોણ ગામનો હરેશ ગાભાભાઇ માતંગ ઘરફોડ ચોરી અને વાહન ચોરીઓમાં સંડોવાયેલો છે. આ બાતમીના આધારે તેની પુછપરછ કરતાં તેણે આદિપુરમાં કુલ ત્રણ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતાં ચોરીમાં ગયેલા રૂ.1,80,000 ની કિંમતના 7 બાઇક, રૂ.11,000 ની કિંમતના 5 મોબાઇલ અને રૂ.25,000 રોકડ મળી કુલ રૂ.2,16,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે આદિપુર પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ સાથે સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી ઘરફોડ અને વાહન ચોરીના બનાવો વધી ગયા હતા ત્યારે પોલીસને મળેલી આ સફળતાથી રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો