કામગીરી પર ઉઠતા સવાલ:મેલેરિયા વિભાગે વર્ષે 1.20 કરોડનો ખર્ચ કર્યો!

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ આદિપુરમાં મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે ત્યારે પાલિકાના ખર્ચાઓ થકી થયેલી કામગીરી પર ઉઠતા સવાલ
  • નગરપાલિકાના વાર્ષિક હિસાબોમાં દર્શાવ્યા અનુસાર મહેકમ અને પરચુરણ ખર્ચે કરાયો હતોઃ ધરાતલ પર કેટલું ઉતર્યું?

ગાંધીધામ નગરપાલિકાએ ગત સામાન્યસભામાં રજુ કરેલા હિસાબોમાં કાયમી મહેકમ મેલેરીયા વિભાગનાખર્ચ તરીકે 1.19કરોડ અને તેના પરચુરણ ખર્ચ તરીકે 390નો ખર્ચ દર્શાવાયો હતો. 1.20 કરોડ જેટલા જંગી ખર્ચ જો માત્ર મચ્છરજન્ય રોગોનો સામનો કરવા માટે આવી રહ્યો છે તો સંકુલમાં ચીકનગુનીયા,ડેંગ્યુના આટલા કેસો કેવી રીતે આવી રહ્યા છે? આ પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાનો કેંદ્ર હતો, જેને વિપક્ષે પણ ઉઠાવ્યો હતો.

ગાંધીધામ આદિપુર સંકુલમાં ગત એક દોઢ મહિનાથી ચીકનગુનીયા, ડેંગ્યુ, વાઈરલ અને મચ્છરજન્ય રોગોએ નાગરિકોને પરેશાન કરી રહ્યા છે અને કોરોના કાળ બાદ ફરી એક એવો સમય આવ્યો છે જ્યારે હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં દર્દીઓ દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે તે વચ્ચે તાજેતરમાં દિવાળી બાદ ગાંધીધામ નગરપાલિકાએ યોજેલી સભામાં આપેલા ગત વર્ષેના લેખાજોખામાં મેલેરીયા વિભાગ પાછળ કરોડથી વધુનો ખર્ચ કરાયાનું જણાવાતા જાણકાર વર્તુળોમાં વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે તો આટલુ મોટુ કામજ થયું હોય કે આવી રીતેજ કામ થઈ રહ્યું હોય તો શહેરમાં મચ્છરજન્ય રોગોની આટલી ભયાવહ સ્થિતિના પેદા થઈ હોત.

મચ્છરજન્ય રોગોથી શહેર ત્રાહિમામ, પાલિકા ગંભીર નથી : વિપક્ષ
પાલિકાના વિપક્ષના નેતા સમીપભાઈ જોશીએ જણાવ્યું કે પાલિકાએ વાર્ષિક હિસાબોમાં જે ખર્ચાઓ દર્શાવ્યા છે, તે ઘણા વધારે છે પરંતુ તેની સામે ધરાતલમાં કેટલા કાર્યો થયા તેની તપાસ થવી જોઇએ. કેમ કે પાલિકા ગંભીર નથી જણાતી. જો કરોડોમાં ખર્ચ થતો હોય અને છતાંય શહેરમાં આટલા મોટા પાયે ઘરે ઘરે મચ્છરોના કારણે માંદગીના ખાટલા હોય તો તે જન આરોગ્ય ક્ષેત્રે ચીંતાનો વિષય બને છે. જેથી નગરપાલિકાના કાર્યો અંગે નાગરિકો પાસે વિગતવાર સમય સમય પર માહિતી આપે તે જરુરી બન્યુ છે.

બોલો ! પાલિકાએ ગત વર્ષે ઢોર પકડાવા 2.81 લાખ ખર્ચી નાખ્યા!
પાલિકાએ વાર્ષિક હિસાબમાં દર્શાવ્યા અનુસાર ઢોરો પકડવા માટે 2,81,300 નો ખર્ચ કર્યો હતો. રસ્તા પર મુક પશુઓ અને ભારતનગર, સુંદરપુરી સહિત શહેરભરમાં આખલાયુદ્ધોથી પરેશાન નગરજનોમાં આ પ્રશ્ન ઉઠવા પામ્યો હતો કે ઢોર પકડવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા ગત વર્ષે કરવામાં ક્યારે આવી હતી? થોડા વર્ષે અગાઉ શહેરના રામલીલા મેદાનમાં ઢોર પકડીને રાખવાની કાર્યવાહી આરંભાઈ હતી. પરંતુ હવે ત્યાં પણ વિવાદાસ્પદ ગાર્બેજ પ્રોસેસીંગ યુનીટ નાખી દેવાઈ છે.

વધતા ડેંગ્યુ, ચીકનગુનીયાના કેસોથી આરોગ્ય વિભાગ ઓન ગ્રાઉન્ડઃ શહેરભરમાં સર્વેની શરૂઆત, સાથે રસી પણ અપાઈ
ગાંધીધામ આદિપુરમાં ગત કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગો ડેંગ્યુ, ચીકનગુનીયામાં અસામાન્ય રીતે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા તાલુકા અને શહેરભરમાં સર્વેની કામગીરીનો આજથી આરંભ કરાયો હતો. અગાઉ દવાનો છંટકાવ અને સર્વેક્ષણ હાથ ધરાયા બાદ પણ સતત માથુ ઉંચકી રહેલી બીમારીઓ સાથે બાથ ભીડવા આજે વિવિધ ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં ઘરોની મુલાકાત લઈને ત્યાં ભરાયેલા પાણી અંગે લોકોનું માર્ગદર્શન કરીને કઈ રીતે મચ્છરોને જન્મતા રોકી શકાય તે અંગે માહિતી આપીને દવા છાંટી આપી હતી.

આરોગ્ય અધિકારી ડો. સુતરીયાએ જણાવ્યું શહેરભરમાં સતત આ પ્રકારનું અભીયાન ચાલી રહ્યું છે જેને વધુ બળ સાથે હવે કરાઈ રહ્યું છે. આ સાથે જેમણે વેક્સિન નથી લીધી તેમને રસી પણ આપવામાં આવી રહી છે. જેમાં અર્બન હેલ્થ ઓફિસર, વિનોદ ગેલોતર અને સુપરવાઇઝર દ્વારા પણ વીઝીટ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...