તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ડીપીટીમાં સીબીઆઇ ટીમની તપાસના પગલે મચી દોડધામ

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ કામ કરી ચૂકેલા અધિકારી સામે થઇ છે ફરિયાદ
  • મિલકતની તપાસ થાય તો અન્ય પણ ઝપટે ચડે તેવી શક્યતા

દીન દયાળ પોર્ટમાં અગાઉ કામ કરી ચુકેલા અધિકારી સામે અપ્રમાણસર મિલકતની થયેલી ફરિયાદ પછી તપાસ માટે બે દિવસથી સીબીઆઇની ટીમ દ્વારા ખાંખાખોળા શરૂ કરાતાં અન્ય કેટલાય નિવૃત અને વર્તમાન અધિકારીઓ પૈકી કેટલાકમાં ચિંતાના વાદળો છવાયા છે. ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અગાઉ નોકરી કરી ચૂકેલા કેટલાયના પગ નીચે રેલો આવે તેવી શક્યાતા કર્મચારીઓના વર્તુળો નકારતા નથી.

ડીપીટીના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, સિનિયર લેબર ઓફિસર સહિતના હોદ્દા ભોગવી ચૂકેલા સિરીલ જ્યોર્જ સામે આવકથી વધુ સંપતિના કેસની તપાસ થઇ રહી હોવાની ચર્ચા છે.ગાંધીનગર સીબીઆઇના બે અધિકારીઓએ ડીપીટીમાં શરૂ કરેલી માહિતી મેળવવાની કામગીરીના કારણે ડીપીટીના કેટલાય વર્તુળોમાં દોડધામ મચી છે. થોડા સમય પહેલાં પણ સીબીઆઇની ટીમનું આગમન થયું હતું અને બીજું જોવામાં આવે તો, વિજિલન્સ વિભાગ પણ ડીપીટીમાં કાર્યરત છે. ઉલ્લેખનિય છે કે, કેટલાક અધિકારીઓ સામે અગાઉ ફરિયાદો થઇ ચૂકી છે પરંતુ તેમાં કેટલાકની સામે કોઇ મહત્વની બાબતોમળી નથી.

અન્ય સમાચારો પણ છે...