તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતચીત:પોતાને ભરપુર પ્રેમ કરો, તે દરેક સમસ્યાથી સમાધાન તરફ લઈ જશે

ગાંધીધામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકોને જીવનનો અર્થ શોધવા મદદ કરતા બાઇકર અનીશ કચ્છ પ્રવાસે
 • 13 મહિનામાં 32 હજાર કિ.મી.નો પ્રવાસ બાઈક પર ખેડ્યોઃ ભારત સાથે 25 અન્ય દેશોનો પ્રવાસ કર્યો

મુળ રાજસ્થાનના અનીશ બાહેતીએ છ વર્ષે અગાઉ વિવિધતાથી ભરેલા આ દેશને અનુભવવાનું નક્કી કર્યું અને બાઈક પર નિકળી પડ્યા. ત્યારથી શરૂ થયેલી તેમની આ સફરે તેમને માત્ર ભારતનાજ દરેક ખુણાઓ પર નહિ, પરંતુ આસપડોસના દેશો ભુટાન, બાંગ્લાદેશ, નેપાલ, મ્યાંનમાર પણ લઈ ગયા હતા. આ સિવાય પણ તેવો 25 જેટલા દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે. અનીશનો આ પ્રવાસ આ વખતે ગુજરાતના કોસ્ટલ એરીયામાં ‘સ્વ પ્રેમ’ ના વિચારને સમર્પિત છે. જે કચ્છમાં આવી પહોંચીને રણ, માંડવી થઈને વળતા રુટમાં ગાંધીધામ આવી પહોંચ્યા હતા.

જોધપુરથી સીએ અને ઓસ્ટ્રેલીયાથી એમબીએનો અભ્યાસ કરેલા અનીશએ ‘ધ લાઈફ ડેક’ પુસ્તક લખ્યુ છે અને સત્યની શોધમાં વિવિધ શોધ અને અનુભવોમાંથી પસાર થયા છે. આજે તેવો જાણીતા સ્પીકર છે, તેમણે આઈઆઈએમ સહિતના પ્રતિષ્ઠીત સંસ્થાનોમાં સેશન લીધા છે. વેલેન્ટાઈન ડેના તેમણે ‘સેલ્ફ લવ’ ના સંદેશ સાથે શરૂ કરેલી આ જર્નીને કચ્છના રણ, ભુજ, માંડવી, ભુજોડી અને ગાંધીધામ થઈને હવે જામનગર તરફ આગળ વધશે, જે દ્વારકા, સોમનાથની મુલાકાત લેશે.

તેમણે તેના સંદેશ અંગે જણાવ્યું કે આજે કોઇ કારણ વીના નાહકની દેખાદેખી અને હુંસાતુસી ઘણા વધી ગયા છે. લોકો વિના કારણ પોતાના જીવનની સરખામણી અન્યો સાથે કરીને નાનપ અનુભવી રહ્યા છે. જરૂર છે, પોતે જે પરિસ્થિતી અને જે રીતે છે તેનો સંપુર્ણ સ્વિકારની. એ દુખદ સ્થિતી છે કે કોઇ વ્યક્તિ એકલો એટલે કે પોતાની સાથે થોડી ક્ષણો પણ વીતાવી શકતો નથી અને સતત મોબાઈલ સહિતની સ્ક્રિનો પર જોયા કરે છે. જો વ્યક્તિ પોતાની સાથે સાનુકુળ થઈ જાય અને પોતાને પ્રેમ કરતો જઈ જાય તો ડિપ્રેશન, હતાશા જેવી કોઇ સમસ્યાઓ આવી શકે તેમ નથી.

ભારત ખુબ સુંદર દેશ, ફિલ્મોમાં માત્ર ગરીબી અને ગંદકી પર ફોકસ હોય છે
દેશભરને પોતાની બાઈકના પૈડાઓથી માપનારા અનીશભાઈએ જણાવ્યું કે હતુ ફિલ્મોમાં ભારતમાં ગંદકી અને ગરીબી પર વિશેષ ફોકસ કરાતું હોય તેવું લાગ્યા કરે છે. ખરેખર જઈને જુવો તો ભારત ખુબજ સુંદર, વિશાળ દેશ છે.

કચ્છના લોકો પ્રેમાળ, લાગણીશીલ છે
કચ્છની મુલાકાતના અનુભવ અંગે તેમણે જણાવ્યું કે આ યાદગાર અનુભવ રહ્યો હતો. કચ્છના લોકો મૃદુભાષી અને સારા છે. અહીના લોકોના પુરુષાર્થ અભીભુત કરનારો છે. રણ સહિતના સ્થળોએ ફરીને કદીના ભુલાય તેવી યાદગાર ક્ષણોને સાથે લઈ જઈ રહ્યો છુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો