તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના માર્ગદર્શીકાનું પાલન:ભગવાન જગન્નાથ સતત બીજા વર્ષે પણ ગાંધીધામમાં નગરચર્યા નહીં કરે

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગળપાદરથી નિકળતી રથયાત્રા બીજા વર્ષે પણ મંદિરમાં દર્શન આપશે
  • દર્શનાર્થે ભાવિકોને 25-25 ની સંખ્યામાં અંદર જવા દેવાશે, કોરોના માર્ગદર્શીકાનું પાલન કરાશે

ભાસ્કર ન્યૂઝ | ગાંધીધામગાંધીધામમાં સતત બીજા વર્ષે પણ ભગવાન જગન્નાથની નગરચર્યા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. ગળપાદર મંદિરમાં આવેલા જગન્નાથ મંદિરમાં નવનીર્મીત રથને મંદિરનીજ પ્રદક્ષીણા કરાવાશે, ત્યારબાદ કોવિડ પ્રોટોકોલને ધ્યાને રાખીને 25-25 ની સંખ્યામાં દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે.

ગાંધીધામમાં બહોળી સંખ્યામાં ઉડીસા, આંધ્રપ્રદેશ સહિતના દક્ષીણ ભારતના લોકો વસવાટ કરે છે, ત્યારે દર વર્ષે યોજાતી પુરીની રથયાત્રાની જેમ 2011થી ગાંધીધામમાં પણ રથયાત્રા કાઢવાની શરૂઆત કરાઈ હતી. જેમાં છેલ્લા બે વર્ષેથી કોરોનાનું ગ્રહણ લાગેલુ છે. સામાન્ય સંજોગોમાં હજારોની સંખ્યામાં યાત્રામાં લોકો જોડાય છે, પરંતુ ગયા વર્ષેથી આખા વિશ્વમાં લાગુ પડેલી મહામારી કોરોનાના કારણે ગયા વર્ષે પણ રથયાત્રાની નગરચર્યા બંધ રખાઈ હતી, જે રીતે આ વર્ષે પણ ભગવાન જગન્નાથ નગરચર્યા નહિ કરે તેવી જાહેરાત કરાઈ છે.

દર્શનાભીલાષીઓએ ગળપાદર સ્થિત મંદિરમાં પ્રોટોકોલના પાલન સાથે પ્રવેશ કરવાનો રહેશે અને રથને મંદિરની પ્રદક્ષીણા કરાવાશે તેમ આયોજક જય જગન્નાથ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ સિંઘએ જણાવ્યું હતું. પરંતુ આ તમામ પરીસ્થિતિઓ બાદ પણ ભક્તજનોમાં ઉત્સાહ બરકરાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

રથયાત્રા માટે શાંતિ સમિતિની બેઠક મળી, 38 પોલીસ કર્મી રહેશે તૈનાત
ગળપાદર ગ્રામ પંચાયત દ્વારા અષાઢી બીજના નીકળતી રથયાત્રા સંદર્ભે શાંતી સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં આ વર્ષે પણ રથયાત્રા બંધ રાખવાનો અને માસ્ક સાથેજ દરેક વ્યક્તિને દર્શનાર્થે પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હતો.

તે સીવાય લેવાયેલા નિર્ણયોમાં પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના અંગેની ગાઇડલાઇન મુજબ મંદિરના દરવાજા પાસે બેરિકેટ રખાશે, દર્શન કરવા જનારા દર્શનાર્થીઓ માટે ઇન અને આઉટના બે માર્ગ રખાશે , દર્શન કરવા માટે 25-25 લોકોને અંદર જવા દેવાશે અને સામાજિક અંતર જળવાય એ રીતે, મંદીરના પ્રાંગણમાં રથના દર્શન કરી દર્શનાર્થીઓ આઉટ ગેટમાંથી બહાર નિકળ્યા બાદ બીજા 25 ને અંદર જવાની અનુમતિ મળશે. સ્વયં સેવકો અંદર પ્રવેશ કરનારને સેનેટાઇઝ કરશે , પૂજારી અને આયોજકોએ 48 કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે, આ પ્રસંગમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1 પીઆઇ, બે પીએસઆઇ અને 38 પુરૂષ મહીલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે તેમ નિર્ણય લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...