હેરાનગતિ:કંડલા પોર્ટમાં સવારથી સાંજ સુધી લાગ્યો લાંબો ટ્રાફિક જામ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના નં. 1 પોર્ટ ડીપીએ પર છાસવારે થતા ટ્રાફિક જામ થી ટ્રેડને થતી હેરાનગતિ
  • અકસ્માત, રેલવે ક્રોસિંગ ની ઓછી ક્ષમતા અને વધુ રેક લાગી હોવાનું કારણ દીન દયાળ પોર્ટ આગળ ધર્યું

દિન દયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં સોમવારે સવારથી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સાંજ સુધી તેના પર સંપૂર્ણ કાબૂ ન આવ્યો હોવાનું જાણવા મળે છે તો પોર્ટ પ્રશાસન દ્વારા આ પાછળ કેટલાક ટેકનિકલ કારણો હોવાનું જણાવ્યું હતું.

દેશના નં. 1 પોર્ટ ડીપીએ, કંડલામાં લોડીંગ અને અનલોડ કરવા આવતા ભારે વાહનોમા છાસવારે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવતી જોવા મળે છે. સોમવારે સવાર થી ફરી એક વાર આવીજ પરિસ્થતિ ઊભી થઈ હતી. પોર્ટ રોડ ની એન્ટ્રી થી કરી ને એન્ટ્રી ગેટ સુધી ભારે વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા હતા. મોડી બપોર સુધી પણ પરિસ્થિતિ જેમ ની તેમને રહી હતી. આ અંગે પોર્ટ પ્રશાસને સામાન્ય કરતા વધુ વાહનોનું આગમન, ટ્રાફિક રુટના વચ્ચે થયેલો અકસ્માત, રેલવે ક્રોસિંગ મા એક સમયે એકજ વાહન ને પસાર થવાની ક્ષમતા અને એક સાથે વધુ રેક લાગી જવાના કારણો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...