ભુજ:ચાલકોની અછતથી રૂંધાતો લોજીસ્ટીક ઉદ્યોગ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં 17 હજાર ભારે વાહનના ડ્રાઈવરની ખપત સામે અડધો અડધનું સ્થળાંતર

ટ્રાન્સપોર્ટ ઉધોગએ ઔધોગિક ધમધમાટની કરોડરજ્જુ કહેવાય છે ત્યારે કોરોના આપદાના પગલે કચ્છમાં મોટા પાયે ધમધમતા ટ્રાન્સપોર્ટેશનને બ્રેક લાગી છે. 15 હજારથી વધુ ચાલકોની ખપત સામે અડધો અડધ ચાલકો સ્થળાંતર કરી ગયા છે. જેથી ટ્રાન્સપોર્ટ ઉધોગને આવશ્યકતા છે એક મજબુત સરકારી સહાયની, જેમાં દેવા મોકુફીની મુદત લંબાવવાથી લઈને વ્યાજ માફીનો પણ સમાવેશ કરાય.

દેવા મોકુફીની મુદત લંબાવવા, વ્યાજ માફી સહિતની ચેમ્બર અગ્રણીની માગણી 
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી આશિષ જોષીએ જણાવ્યું હતું કે ટ્રેઈલર માટે 8 હજાર, ટેંકર માટે 7 હજાર અને અન્ય ટ્રક, ડમ્પર માટે પણ ચાલકોની ભારે આવશ્યકતા રહે છે ત્યારે લોકડાઉનના પગલે 50% જેટલા ચાલકો કે જે મહતમ રાજસ્થાન, યુપી, બિહાર રહે છે, તેવો સ્થળાંતર કરી ગયા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ઉધોગ બંધ હાલતમાં છે. જેથી લોજીસ્ટીક ઈન્ડસ્ટ્રી થંભી ગઈ છે. જેના કારણે મોટી ફેક્ટરીઓ, ઉધોગોને પણ રો મટીરીયલ, અંતિમ પ્રોડ્ક્ટના વહનમાં તકલીફ પડી રહી છે. સરકારે છ મહિનાની મોરેટરિયમ મુદત વધારી છે પણ ડ્રાઈવરો ચાલ્યા જવાના કારણે ટ્રાન્સપોર્ટ ઉધોગ સૌથી કઠીન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સંલગ્ન ઉધોગકારોનું કહેવું છે કે ત્રણ મહિના સુધી કોમર્શીયલ વાહનો પર ટેક્સ ન લેવો જોઇએ જેથી એનપીએ ના વધે, નહિતર ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ઘણા ઈએમઆઈ વણચુકવાયેલા રહી શકે છે. ટ્રાન્સપોર્ટ અને નાણા મંત્રાલયે વ્યાજ ફ્રી મુદત લંબાવવા,જીએસટીમાં છુટછાટ, રોટ ટેક્સમાં માફી, ટોલ ટેક્સ ફ્રી કરવા જવા પગલા ટ્રાન્સપોર્ટ ઉધોગને ફરી બેઠો કરવા અને વર્તમાન સંજોગોમાં જીવડાવવા લેવા જોઇએ તેવો સુર ઉઠવા પામ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...