છેતરપિંડી:ગાંધીધામની લોજિ. કંપની સાથે 3.56 લાખની ઠગાઇ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના ઇસમે 3.29 લાખના ચેકમાં ખોટી સહી કરી

ગાંધીધામની લોજિસ્ટિક કંપની પાસેથી રૂ.3.56 લાખના ખીલા મગાવી રૂ.3.29 લાખનો ખોટી સહી સાથેનો ચેક મોકલાવ્યા બાદ ફોન પણ બંધ કરી સુરતના ઇસમે ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

સપનાનગરમાં રહેતા મુસ્તાકભાઇ એહમદભાઇ તુર્ક સેક્ટર-8 માં તિરૂપતિશ્રીસનિવાસ ગૂંટી અને સંજયભાઇ નારાણભાઇ ધનવાણી સાથે ભાગીદારીમાં એસઆરએનકે લોજિસ્ટિક કંપની ચલાવે છે. તા.4/10/21 ના રોજ તેમને સુરતથી આસનારાણદાસ નામના ઇસમનો ફોન આવ્યો હતો અને તેણે આપેલા ઓર્ડર મુજબ રૂ3,56,124 ની કિંમતનો 12 અને 13 ગેજના ખીલાનો સાડા ચાર ટન માલ મોકલાવેલો હતો તેના પેટે સુરતના ઇસમે તેમને રૂ.3,29,220 નો ચેક સહી કરેલો મોકલાવ્યો હતો જે ચેક વટાવવા નાખ્યો ત્યારે બેંકના કર્મચારીએ આ ચેકમાં સહી ખોટી હોવાનું જણાવતાં તેમણે આસનારાણદાસને આ હકીકત કહેતાં તેમણે રકમ સાંજ સુધી જમા કરાવવાનું કહ્યા બાદ આજ દિવસ સુધી તેણે પૈસા પણ ન આપ્યા અને ફોન પણ બંધ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ તેમણે નોંધાવી છે. પીએસઆઇ એન.આઇ.બારોટે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...