પારકે પૈસે પરમાનંદ:જિમના ભાગીદાર બનાવવાની લાલચ આપી 19.86 લાખનો ચૂનો ચોપડાયો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પચરંગી શહેરમાં લાલચમાં આવ્યા તો છેતરાયા સમજજો : ટુંકા રસ્તે પૈસા બનાવવા અજમાવાતા વિવિધ કિમીયા
  • ગાંધીધામના જિમ ટ્રેનર તેના પત્ની અને પિતાજી સામે ટાટા થર્મલ પાવર પ્લાન્ટના મેનેજરે ગુનો નોંધાવ્યો

ગાંધીધામના જિમ ટ્રેનરે મુન્દ્રા ટાટાપાવર પ્લાન્ટના મેનેજરને જિમના ભાગીદારબનાવવાની લાલચ આપી અલગ અલગ સમયે રૂ.19.86 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ કર્ણાટકના અને હાલે મોટી ખાખર સીજીપીએલ ટાઉનશીપમાં રહેતા અને મુન્દ્રા ટાટા પાવર પ્લાન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય રામચંદ્ર માઇલપ્પા કડબે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી ચાર વર્ષ પહેલાંતેમનો પરિચય જિમ ટ્રેનરભરત નાગડા સાથે થયો હતો. ફરિયાદીરામચંદ્રની પત્ની નિર્મલાબેનને અકસ્માતમાં ખભામાં થયેલી ઇજા બાદ ભરત નાગડાના મિત્રની એક્સ્ટ્રીમ ફિટનેશ જિમમાં તેઓ નિયમિત જતા હતા જેના કારણેપારિવારિક સબંધ બંધાતા તેમનો પરિચય ભરત નાગડાના પત્ની જયાબેન નાગડા અને પિતા ભીમજીભાઇ નાગડા સાથે પણ પરિચય થયો હતો.

ભરતનીપત્ની જયાબેનની બદલી ગાંધીધામ થતાં તેઓ અહીં શીફ્ટથયાહતા. વર્ષ-2020 માં ઓક્ટોબર માસમાં તેઓ જ્યારે ખરીદી કરવાગાંધીધામ આવ્યા ત્યારે ભરત નાગડની મુલાકાત થઇ ત્યારે તેણે જિમનાનિર્માણનીવાત કરી રૂ.50,00,000 રોકાણ કરવું પડે તેમ છે કહેતાં તેમણે પોતાની પાસે રૂ.20લાખહોવાનું જણાવતાં તેણે જો તમને ઇચ્છા હોય તો સરખા ભાગે ભાગીદારીમાં જિમ ચાલુ કરવાની ઓફર આપી હતી.

ગાંધીધામની એમ્પાયર હોટલ ખાતેઆ બાબતે ચર્ચા કરવા ભરત તેની પત્ની અને પિતા ત્રણે હાજર રહ્યા હતા અને સુભાષનગર ખાતેબિઝનેશ આર્કેટમાં માસિક રૂ.36 હજાર ભાડું નક્કી કર્યુ઼ હોવાની વાતકરી 20 લાખતેઓ રોકેઅને 20 લાખ ભરત રોકે તેવું નક્કી કરાયા બાદ તા.13/10/2020 થી અલગઅલગદિવસોમાં તેમણે બેંક મારફત રૂ.13,93,000 ભરત નાગડાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા, તા.28/11/2020 ના જિમના ઓપનિંગ સમયે જિમના ખરીદાયેલા સાધનો પેટેરૂ.5,00,000 તેમજ ત્યારબાદ રૂ.93,244 ફરી સામાનની ખરીદી માટેતેમણે આપ્યા આમ કુલ રૂ.13,93,000 તેમણે આપ્યાબાદ તેમણે ભરત નાગડાને અવાર નવાર ભાગીદારી કરાર લેખિતમાં કરવા માટે કહ્યું પરંતુ અલગ અલગબહાના બતાવતો રહ્યો અને રોકાણ કરેલા પૈસાની માગણી કરી તો તમેભાગીદાર નથી તેમપરખાવી તેમની સાથે છેતરપિંડી આચરી હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.

પીએસઆઇ ડી.જી.પટેલેવધુ તપાસ હાથ ધરી છે. કોરોના બાદ આપ્રકારના છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે.સંકુલમાં લાલચમાં આવ્યા તો છેતરાયા સમજજો ટુંકા રસ્તે પૈસા બનાવવા વિવિધ કિમીયા અજમાવાય છે.

રોકાણમાં લાખો રૂપિયા તો ગયા સાથે જિમ પણ બંધ કર્યું
ગાંધીધામમાં જિમ ટ્રેનરે ટાટા પાવર પ્લાન્ટના મેનેજરનેભાગીદાર બનાવવાની લાલચ આપી રૂ.19.86લાખનું રોકાણ કરાવ્યા બાદ ન ભાગીદારી ડીડ બનાવી,ન એક પણ પૈસાનો હિસાબ આપ્યો વધારામાં આ ચારસો વીસી કરનાર ભરત નાગડાએ એ જિમ બંધ કરી આદિપુરના વંદના ગરબી ચોકમાં પરફેક્ટ જિમના નામથી નવું જિમ પણ ચાલુ કર્યું હોવાનું ભોગ બનનારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...