તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હિસાબ મુદ્દે સસ્તા અનાજની 2 દુકાનના લાયસન્સ સસ્પેન્ડ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજની પુરવઠા કચેરીએ કંડલામાં તપાસ કરી હતી
  • 90 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ થતાં દોડધામ

ગાંધીધામ શહેર અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં અવારનવાર પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. રાશનના મુદ્દે થતી ફરિયાદ કે અન્ય કારણોસર પણ રજૂઆતો પછી પગલા ભરવામાં આવતા હોય છે. દરમિયાન તાજેતરમાં જિલ્લાની પુરવઠા ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવતાં કંડલાની બે દુકાનોમાં હિસાબમાં અનિયમિતતા જણાતા 90 દિવસ માટે બે દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો હોવાની વિગત મળી રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંકુલમાં સસ્તા અનાજની દુકાનોમાંથી આપવામાં આવતા અનાજના પુરવઠામાં લોકો સુધી સરકારની યોજના મુજબ પહોંચે તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે. તે અંગે મોનીટરીંગ પણ વખતો વખત કરવામાં આવતું હોય છે. તાજેતરમાં જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા જુદા જુદા સ્થળો પર ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કંડલાના કિરીટસિંહ અને મુકેશ ગરોડાની દુકાનમાં હિસાબી અનિયમિતતા જણાતા પુરવઠાની ટીમ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 90 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણયના સંકેત મળી રહ્યા છે.

સિસ્ટમની ગરબડથી લોકોના તહેવાર બગડ્યા
તહેવારોમાં ખાંડ, તેલ બીપીએલ અંત્યોદય ધારકોને આપવામાં આવે છે. કોમ્પ્યુટરની ખામીને કારણે જે જથ્થો આવી ગયા પછી વિતરણ થવું જોઇએ તે ન થતાં કેટલાક દુકાનદારો દ્વારા લાભાર્થીઓને ખાંડ અને તેલનું વિતરણ કરી શકાયું ન હતું. સૂત્રોના દાવા મુજબ ટુંક સમયમાં જ વિતરણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...