ફરિયાદ:લાઇબ્રેરી ખસ્તા હાલ, કઇ રીતે વાંચશે ગાંધીધામ?

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ ભૂકંપ બાદ હંગામી રીતે શિવાજી પાર્કમાં ખસેડેલી પુસ્તકાલય ત્યાં જ રહ્યું
  • બોલો, પાલિકાએ ગયા વર્ષે 8 લાખનો ખર્ચ માત્ર ગ્રંથાલય પાછળ કર્યો, પણ 4.50 લાખના પુસ્તકો ધુળ ખાય છે

ગાંધીધામ નગરપાલિકા સંચાલિત લાયબ્રેરીની ચીંતા કરનારજ કોઇ ન હોય તેમ ભુકંપ બાદથી શિવાજી પાર્કના બે નાના ઓરડામાં તે ચાલી રહી છે. જેમાં પુસ્તકોના આદાન પ્રદાન કરવા માટે પણ કાંઈ નથી. આવી પરિસ્થિતિમાં નગરપાલિકા દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે ગત લાયબ્રેરીના કાયમી મહેકમ માટે 7.95 લાખ અને નવા પુસ્તકો,પ્રદર્શન માટે 510 નો ખર્ચ કરાયો હતો.

નગરપાલિકા સંચાલીત બેમાંના શિવાજીપાર્ક સ્થિત પુસ્તકાલય પહેલા નગરપાલિકાની મુખ્ય કચેરીમાંજ હતું. પરંતુ ભુકંપ આવ્યા બાદ થયેલા ફેરબદલમાં હંગામી રુપે તેને પાર્કમાં બે રુમ બનાવીને ત્યાં ટ્રાન્સફર કરાઈ હતી. પરંતુ આટલા વર્ષો થયા બાદ પણ આજે પણ તે હંગામી સ્થળે પુસ્તકાલય છે. જ્યાં માત્ર વાંચનાલયજ લોકો માટે ખુલ્લુ રહે છે. પુસ્તકોના આદાન પ્રદાન માટે કોઇ જવાબાદાર વ્યક્તિ ન હોવાથી સાડા ચાર લાખ જેટલા દુર્લભ પુસ્તકો આટલા વર્ષોથી ધુળ ખાતા પડી રહ્યા છે.

નોંધવુ રહ્યું કે સરકાર દ્વારા “વાંચે ગુજરાત’ અભિયાન છેડાયું હતું,જે સંદર્ભે મહતમ સ્થળોએ પુસ્તકાલયો બનાવીને વાંચન પ્રવૃતિને વિકાસ આપવા સહિતના પગલાઓ ઉઠાવવાનો હતો. પરંતુ જે છે, તે પુસ્તકાલયો પણ પાલિકાની પ્રાથમિકતામાં નથી ત્યારે કઈ રીતે વાંચશે ગાંધીધામ?તેવો પ્રશ્ન પ્રબુદ્ધ વર્ગમાં ઉઠવા પામ્યો છે.

શિવાજી પાર્કમાં અસામાજિક પ્રવૃતિઓ અને જાળવણી અભાવના આક્ષેપો થતા રહ્યા છે
શિવાજી પાર્કની જાળવણી અને તેના સંચાલનને લઈને વર્ષોથી આક્ષેપૌ ઉઠતા રહ્યા છે. પરંતુ હજી સુધી કોઇ ઠોસ્સ કાર્યવાહી કરાઈ નથી. અહિ સુધી કે અહિનો ચોકીદાર રાજાપાઠ અવસ્થામાં લોકોને પરેશાન કરતો ઝડપાયો હતો. જે માટે પોલીસ પણ સ્થળ પર ધસી ગઈ હતી. તો ટેન્ડર પ્રક્રિયાઓમાં પણ નામ બીજા અને પાછળ ખરેખર પાર્ટી બીજીજ હોવાની ફરિયાદ પણ જુની છે. જેમાં મીલીભગતથીજ કોઇ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...