પૂર્વ તૈયારી:મોખરાના ખેલાડીઓ ગાંધીધામમાં પ્રિ નેશનલ ટીટી કેમ્પ માટે સજ્જ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 ડિસેમ્બર સુધી આદિપુરમાં કેમ્પ યોજાશે
  • નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટીટીની પૂર્વ તૈયારીનો ભાગ રહેશે

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી યોજાનારા પ્રિ નેશનલ કેમ્પમાં કેટલાક સંભવિતોની સાથે સાથે કેડેટ મોખરાના ખેલાડીઓ ભાગ લેવા માટે સજ્જ થઈ ગયા છે.

સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદિપુર, ગાંધીધામ ખાતે 24 નવેમ્બરથી સાતમી ડિસેમ્બર 2021 દરમિયાન આ કેમ્પ યોજાશે. ખેલાડીઓ આ કેમ્પમાં ભાગ લેશે જેમાં આર્ય કટારિયા, હિમાંશ દહિયા, પ્રાથા પવાર અર્ની પરમારનો સમાવેશ થાય છે. આ કેમ્પ 11થી 17મી જાન્યુઆરી 2022 દરમિયાન ઇન્દોર ખાતે યોજાનારી 83મી કેડેટ અને સબ જનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિ. 2021ની પૂર્વ તૈયારીનો ભાગ રહેશે. આ કેમ્પમાં ખેલાડીઓએ કરેલા પ્રદર્શનને નેશનલ ચેમ્પિ. માટેની ટીમની પસંદગીમાં ધ્યાને લેવાશે. કચ્છના મિહિર ગાંધી, ભાવનગરના સોનલ જોશી અને સુરતના હૃદય દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાશે.

યુવાન સ્ટાર્સને આગળ વધારવાનો પ્રયાસ
સિઝનની અંતિમ રેન્કિંગ ટુર્નામેન્ટમાં કેટલાક રોમાંચક અને આશ્ચર્યજનક પરિણામ આવ્યા હતા ત્યાર બાદ યુવાન સ્ટાર્સ માટે પ્રિ નેશનલ કેમ્પ માટે સજ્જ થઈ ગયા છીએ” તેમ કહીને જીએસટીટીએના પ્રમખ વિપુલ મિત્રાએ ઉમેર્યું હતું કે કેમ્પ યોજવો મહત્વનો છે.

અન્ય સમાચારો પણ છે...