તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી વિતરણની બૂમ:લોકોની તરસ છિપાવવા નેતાઓ ‘પાણી’ બતાવે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરમાં 5 દિ’એ પાણી વિતરણની બૂમ
  • આજે કોંગ્રેસનો મોરચો પાલિકામાં આવશે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા 32થી 35 એમએલડી પાણી મેળવ્યા પછી વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે થવી જોઇએ તેમાં કોઇને કોઇ અડચણ આવતી હોવાને કારણે ફરિયાદો કેટલાક વિસ્તારોમાંથી ઉઠી રહી છે. આદિપુર વોર્ડ-1 સહિત અન્ય કેટલાય સ્થળો પર પાણી મળતું ન હોવાની બૂમ ઉઠે છે.

વળી, આદિપુરમાં 4 કે 5 દિવસે કેટલાક વિસ્તારોમાં પાણી આવતું હોવાથી લોકોને ટેન્કરનો સહારો લેવાની ફરજ પડે છે. નગરપાલિકાની નવી ટીમ દ્વારા લોકોને સારી રીતે પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કમર કસવામાં આવી છે પરંતુ કેટલાક સંજોગોમાં વહીવટ ક્ષેત્રે અંકુશ ન હોવાથી ધાર્યું પરીણામ હજુ લોકોને દેખાતું નથી. પુરતા પ્રમાણમાં પાણી મળતું હોવા છતાં વાલ્વમેનની આડોડાઇ કે અન્ય કારણોસર પાણી વિતરણમાં ખામી ઉભી થતી હોય છે.

અગાઉ પણ પાણીના મુદ્દે સુંદરપુરી સહિતના વિસ્તારની ફરિયાદો કરી ચૂક્યા બાદ શહેર મહિલા કોંગ્રેસ પણ હવે પાણી મુદ્દે ઝૂકાવે છે. તા.30ના બપોરે 12 કલાકે વોર્ડ નં.10માં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા અમૃતાદાસ ગુપ્તા દ્વારા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવાની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસના આગેવાનો હાજર રહેશે તેવો દાવો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...