પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર જીવલેણ હુમલો કરનારા વિનોદ ચુડાસમાના દારૂના માંડવી અને નખત્રાણાના કોટડા રોહા ખાતેના અલગ અલગ અડ્ડોઓ પર પોલીસે દરોડા પાડીને 8 આરોપીઓને રૂપિયા 2,10,650નો દારૂ બીયરનો જથ્થો અને મોબાઇલ તથા વાહનો મળીને 3,39,250નો મુદામાલ કબજે કર્યો હતો.
એલસીબીએ નખત્રાણા તાલુકાના કોટડા રોહામાં ગોવિંદ નરશી મહેશ્વરીની વાડીની ઓરડીમાં દરોડો પાડીને 2 લાખ 16 હજારની દારૂની 576 નંગ બોટલ અને 96 નંગ બીયરના ટીન સાથે ગોવિંદ મહેશ્વરી અને પુનમ સુમાર ભીમજી મહેશ્વરીને પકડી પાડ્યા હતા. માંડવીના દુર્ગાપુરમાં હુશેન ઉર્ફે હશેની સલીમ શેખજાદાના રહેણાકના મકાનમાંથી 9 બોટલ અને 10 બીયર ટીન સાથે આરોપીને ઝડપી લીધો હતો. માંડવી શહેરના જીટી સ્કુલ પાછળ રહેતા મહેન્દ્ર રામભાઇ ગઢવીને તેના મકાનમાંથી 79 નંગ શરાબની બોટલો કિંમત રૂપિયા 27,650 સાથે પકડી લીધો હતો.
માંડવીના ખૂની ચકલામાં રહેતા ભાવેશ પ્રભુલાલ પરમારને તેના રહેણાકના મકાનમાંથી 12 નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા 4,200 સાથે ઝડપી પાડ્યો હતો. માંડવીના નવાપુરા દરબારી સ્કુલ પાસે રહેતા અરનીશ રમેશભાઇ આનદાનીને રૂપિયા 2,800ની કિંમતની દારૂની બોટલ નંગ 8 સાથે તો, બાબવાડી ઢુવા માંડવી ખાતે રહેતા કપીલ દાનસંગજી રાઠોડને શરાબની 53 નંગ બોટલ કિંમત રૂપિયા 18,550 સાથે ઝડપી લીધો હતો.
જ્યારે માંડવીના સલાયામાં ઇકબાલ ઇબ્રાહિમ ચલંગાને તેના રહેણાકના મકાનમાંથી દારૂની 48 નંગ બોટલ કિંમત રૂપિયા 19,200 તેમજ 20 હજારનું બાઇક તેમજ 500ની કિંમતનો મોબાઇલ અને રોકડ રૂપિયા 9,500 સાથે પકડી લીધો હતો. જ્યારે ઇનાયત બલોચ નામનો શખ્સ નાસી ગયો હતો. જ્યારે પકડાયેલા દારૂના ધંધાર્થીઓને દારૂનો બુટલેગર વિનોદ ઉર્ફે વીનીયો અજીતસિંહ ચુડાસમા અને યશ જોષી માલ વેચાણ અર્થે સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું હતું આરોપીઓ વિરૂધ માંડવી પોલીસ સ્ટેશન મરિન પોલીસ સ્ટેશન અને નખત્રાણા ખાતે ગુનો દર્જ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.