તપાસ:કોર્ટના પ્રાંગણમાં વકીલનું પર્સ ગુમ થતા ચકચાર, પર્સમાં 8 હજાર રોકડ, જરુરી દસ્તાવેજો હતા, બાર એસો.ના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ કોર્ટના પ્રાંગણમાંથી બાર એસોસીએશનના સદસ્ય એવા વકીલનું પર્સ ગુમ થઈ જતા ચકચાર મચી હતી. આ અંગે એસોસીએશનના સભ્યોએ ચીંતા વ્યક્ત કરતા કોર્ટ પરીસરમાંથી જો આવી ઘટના બની શકે તો કોણ સલામત છે ? તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ બાર એસો. ના સભ્ય આફતાબ શેખ બુધવારના કોર્ટમાં આવ્યા હતા અને બાર સહિતના સ્થળોએ પોતાનું રોજીંદા કાર્ય પતાવ્યું હતું.

દરમ્યાન તેમનું પર્સ કે જેમાં 8 હજાર રોકડ, આધાર કાર્ડ, ક્રેડીટ કાર્ડ સહિતના જરુરી અંગત દસ્તાવેજો હતા તે જોવા ન મળતા તપાસ કરી હતી, તેમજ બાર સંગઠના સભ્યોને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી તેનો કોઇ પતો લાગ્યો નહતો. આ અંગે બાર કાઉન્સિલ એસોસિએશનના સભ્યો ધારાશાસ્ત્રી એન.જે. તોલાણી, યાકુબ થારાણી, કુંદન પ્રસાદ સહિતનાએ ચિંતા વ્યક્ત કરીને અદાલત પરીસરમાંથી પર્સનું ગુમ થવું તે સલામતી વ્યવસ્થાઓ અંગે પ્રશ્ન ઉભી કરતી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...