તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામમાં વિવિધ સેવાકિય કાર્યો માટે કાર્યરત ઇન્સનેલી ઈન્ડિપેન્ડન્ટે એનજીઓ, ટીમ ઉદયન વર્લ્ડ દ્વારા કેન્સર ડેના એક નવીનતમ પ્રકારની મુહીમની શરૂઆત કરાઈ હતી.જેમાં તેમના દ્વારા કેન્સર પીડીતો માટે વાળ દાન કરવાની અપીલ કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રીયંકા ભોજવાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ‘કેન્સરના દર્દીઓ માટે વાળ દાન કરો’ તે અમારો કાયમી પ્રોજેક્ટ છે. જે અંતર્ગત 8 ઈંચની લંબાઈ ધરાવતા વાળ એકત્રિત કરીને કેન્સરના દર્દીઓ માટે વિક બનાવવા માટે તેનો ઉપયોગ કરીશું.
કેન્સરના દર્દીઓ માટેની મુહીમને પ્રથમ દિવસથીજ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આયોજનને સફળ બનાવવા સહ સ્થાપક હેમલ આહીર, પ્રમુખ ડો. સુનીતા દેવનાની સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. નોંધવું રહ્યું કે સંસ્થા દ્વારા માનસીક વિક્ષીપ્ત લોકો માટે પણ વિવિધ સેવાકિય કાર્યોને ચલાવાઈ રહ્યા છે. આ પહેલ સાથે જોડાવવા 92650 64547, 63551 98940 પર સંપર્ક કરવા જણાવાયું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.