અનેરો ઉત્સાહ:જ્વેલર્સની દુકાને મોડી રાત સુધી ધસારો, 5થી 500 ગ્રામ સુધીના સિક્કાની ડિમાન્ડ પણ વધારે જોવા મળી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ- આદિપુરમાં લોકોએ 50 લાખથી વધુના દાગીનાની ખરીદી કરીને શુકન સાચવ્યું
  • તૈયાર ઉપરાંત ઓર્ડર મુજબ પણ દાગીના વિવિધ ડિઝાઇન બનાવડાવ્યા

ધનતેરસના દિવસે ગાંધીધામ- આદિપુરની 25થી વધુ જ્વેલર્સની દુકાનોમાં લોકોને ઘસારો થયો હતો. ખાસ ક રીને સાંજના સમયે વધુ ઘરાકીજોવા મળી હતી. જેને લઇને દુકાનદારોના ચહેરા પર રોનક છવાઇ ગઇ હતી. અંદાજ મુજબ 50 લાખથી વધુ રકમના દાગીનાનો ઉપાડ થયો છે. સોની બજારમાં મોડી રાત સુધી ધમધમાટ ચાલું રહ્યો હતો. પુષ્યનક્ષત્રમાં ખરીદી કર્યા પછી શહેરીજનોએ આજે ધનતેરસના દિવસે પણ સુકન સાચવવા માટે સોના- ચાંદીની ખરીદી માટે રસ દાખવ્યો હતો. મોટા શો-રૂમથી લઇને સોની બજારમાં આવેલી નાની- નાની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.

ભીડને લઇને સારી એવો ઉપાડ થયો હોવાનું જણાઇ રહ્યું છે. સંકુલની દુકાનોમાં શરૂ થયેલી આ ખરીદદારીના દોરમાં સોના ચાંદીના દાગીના ઉપરાંત ઓર્ડર પરઅવનવી ડિઝાઇનના કરાવવામાં આવેલા દાગીનાનો પણ સમાવેશ થતો હોવાનો દાવો જ્વેલર્સ સાથે સંકળાયેલા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. 5થી500 ગ્રામ સુધીના સિક્કાની ડિમાન્ડ પણ વધારે જોવા મળી હતી અને આ અંગે પૂછપરછ પણ ચાલું રહેવા પામી હતી.

ગત વર્ષે કોરોનાને લઇને ધનતેરસના દિવસે એટલી ઘરાકી જોવામળી ન હતી. પરંતુ આજે બજારના માહોલ જોતાં ગત વર્ષની સરખામણીએ વધુ ઉપાડ થયો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, ધનતેરસને દિવસે ભગવાન ધનવંતરી, લક્ષ્મી અને કુબેર ભંડારીની પૂજા કરવામાં આવે છે. ખરીદીમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાંદીના વાસણો, ચાંદીની પૂજા સામગ્રી, સોનાની લગડી, ઝાંઝરી વગેરેનો ઉપાડ વધુ થયો હોવાનું અનુમાન છે.

સોની બજારમાં ચહલપહલ વધી
સવારથી જ સોની બજાર સહિત સંકુલની જુદી જુદી સોના- ચાંદીની દુકાનોમાં ગ્રાહકોએ ભીડ જમાવી હતી. અવનવી ડિઝાઇનના દાગીનાની ખરીદીની સાથે સાથે લોકોને ભેટ આપી શકાય તે હેતુથી પણ કેટલાક ચાંદીની ચિજવસ્તુઓ કે સોનાના દાગીના બનાવવામાં આવ્યા હોવાનો અંદાજ પણ સૂત્રો દ્વારા વ્યક્તકરવામાં આવ્યો હતો. આજના દિવસે થયેલી ઘરાકીને કારણે સોની બજારની સિકલ બદલાઇ ગઇ હોય તેવું પણ જણાતું હતું.

અન્ય સમાચારો પણ છે...