સફાઇમાં ઝોન કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો:ગત વર્ષે સફાઇ સર્વેક્ષણમાં ઝોન કક્ષાએ ગાંધીધામ પાલિકાએ પ્રથમ નંબર મેળવ્યો હતો : 6000માંથી 3130.77 ગુણ મળ્યા

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4242 શહેરોના સર્વેક્ષણમાં રાષ્ટ્રીય કક્ષાએ 114મો રેંક મેળવ્યો : અગાઉની સરખામણીએ મળેલી પછડાટ પછી સફાઇ પર વધુ ધ્યાન આપીને લોકોને રાહત આપવાની જરૂર

રાષ્ટ્રીય સ્તરે સફાઇ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સફાઇને મહત્વ આપીને જે તે સ્થાનિક ઓથોરીટી દ્વારા લેવામાં આવેલા પગલા સહિતના મુદ્દે ટીમ આવીને તારણ લઇ તે મુજબ રેંક આપે છે. 2021માં દેશના 4242 શહેરોના સફાઇ અભિયાન માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ગાંધીધામ નગરપાલિકાને પણ આ ક્ષેત્રે સાંકળી લેવામાં આવ્યા પછી રાષ્ટ્રીય કક્ષાએ આવેલા પરીણામમાં 114મો નંબર છે, જે ગત વર્ષે 98 નંબર હતો. જ્યારે ઝોન કક્ષાએ પણ પ્રથમ નંબરમાંથી ત્રીજો નંબર આવ્યો છે. આમ સફાઇ ક્ષેત્રે ઉણપ જોવા મળી રહી છે. 6000માંથી 3130.77 ગુણ મેળવવામાં પાલિકા સફળ થઇ છે.

રાષ્ટ્રીય સ્તર પર સફાઇને મહત્વ આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સફાઇ અભિયાનના પગલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તથા મોટા શહેરોમાં મહાપાલિકા વગેરેની કામગીરીનું મૂલ્યાંકન થાય તે દિશામાં કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય કક્ષાએ 2021 માટે સફાઇ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ગાંધીધામને પછડાટ મળી હોયતેમ જણાઇ રહ્યું છે. અગાઉના પરીણામો જોવામાં આવે તો તેના મૂલ્યાંકનની દ્રષ્ટીએ રાષ્ટ્રીય કક્ષાએ 2019માં 4237 શહેરોમાં 114મો નંબર આવ્યો હતો. હાલ પણ 2021માં 4242 શહેરમાં 114મો નંબર રાષ્ટ્રીય કક્ષાએ આવ્યો છે. ગત વર્ષે 2020માં 4242 શહેરમાં 98મો નંબર મેળવ્યો હતો.

વધુને વધુ શહેરોનો સમાવેશનો અભિગમ
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ જે તે સમયે અભિયાન સફાઇ ક્ષ ેત્રે શરૂ કરવામાં આવ્યું ત્યારે સર્વેક્ષણ માટે ટીમ જે તે વિસ્તારોમાં એપ્લાય થયા હોય ત્યાં જતી હતી. જુદા જુદા નોમ્સ મુજબ કામગીરી થાય છે કે કેમ તેની તપાસ કરીને રિપોર્ટ કરતી હતી. શરૂઆતના સમયે ઓછા શહેરોનો સમાવેશ કરવામાં આવતો હતો.

પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે દેશના વધુને વધુ શહેરોને આવરી લેવામાં આવે તેવો અભિગમ દાખવવામાં આવ્યો હતો. ગાંધીધામ નગરપાલિકાને મળેલી આ રેકીંગમાં વિચારવાની જરૂર છે. હવેના દિવસોમાં ફરી એક વખત સફાઇ સર્વેક્ષણ શરૂ થશે ત્યારે ગાંધીધામની નમૂનેદાર કામગીરી દેખાય તેવી સ્થિતિ ઉભી થાયતે માટે પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણી, સેનીટેશન સમિતિ ચેરમેન કમલ શર્મા, ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા વગેરે ચિંતન કરવાની જરૂર છે.

સફાઇ થતી ન હોવાની ફરિયાદો ઉઠે છે
જે તે વિસ્તારોમાં સફાઇ થતી ન હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. વળી, વર્તમાન સમયે વોર્ડ દીઠ સફાઇ કરવા માટેનો અભિગમ પણ નવી ટીમ દ્વારા દાખવવામાં આવ્યો હતો. જે તે સમયે વોર્ડ દીઠ સફાઇ અભિયાન ચલાવીને શહેરને ચોખ્ખુ ચણાક કરવાની દિશામાં પગલા ભરવામાં આવ્યા છતાં કેટલીક વખત ડોર ટુ ડોર કચરો લેવા માટે આવેલા વાહન નિકળી ગયા પછી જે તે નાગરીકો દ્વારા કચરો બહાર ફેંકી દેવામાં આવતો હોય છે. જેને લઇને પણ આ બાબતે જાગૃતિની જરૂર છે.

5 વર્ષમાં સફાઇ ક્ષેત્રે ગાંધીધામે મેળવેલ સ્કોર

વર્ષકુલ શહેરરાષ્ટ્રીય રેંકસ્ટેટ લેવલ રેંકરાજકોટ ઝોનજિલ્લા રેંક
2017437678-1
201840412259-1
20194237114511
2020424298411
20214242114432

65 લાખની કચરા પેટીના સાધનો ક્યાં ગયા?

જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ગત બોડી વખતે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નક્કી કરવામાં આવેલા પોઇન્ટ પર કચરા પેટી મુકવામાં આવી હતી. કચરા પેટી મુકવામાં આવી તેમાં મોટા ભાગની પેટીઓ થોડાક દિવસોમાં જ ગાયબ થઇ ગઇ હતી. જ્યારે કેટલીક કચરા પેટીઓને લોખંડના એંગલ પણ નાખવામાં આવ્યા હતા. આખલાઓ ઝગડતા હવાથી કચરા પેટી તુટી જાય છે તેવું બહાનું પણ પાલિકાએ જે તે સમયે કાઢ્યું હતું. આ સાધન વસાવવામાં આવ્યા પછી તેનો હિસાબ કોણ અને ક્યારે આપશે તે પ્રશ્ન છે. અંદાજે 65 લાખ જેટલી રકમ આવી કચરા પેટી પાછળ વપરાઇ હોવાનો અંદાજ હતો.

અન્ય સમાચારો પણ છે...