તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે અપેક્ષા મુજબ જ ભારે ઘસારો થયો હતો. સવારથી જ સમર્થકો સાથે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા દોડી આવ્યા હતા. એક પછી એક ઉમેદવારી પત્ર ભરાતું ગયું તેમ તેમ જે તે પક્ષના વિજયની જાહેરાતની સાથે સાથે ઢોલ-નગારાના સંગાથે ટેકેદારો ઝૂમી ઉઠ્યા હતા. પાલિકાની કચેરીમાં નિયત સમય થયા મુજબ બપોરના 3 કલાક પુરા થયા પછી પણ અગાઉથી ઘસારો થયેલો હોવાને લઇને જેને ટોકન આપવામાં આવ્યા હતા તેના ઉમેદવારી પત્ર ભરવાની કવાયત લાંબે સુધી ચાલી હતી અને મોડી રાત સુધી ઝીણામાં ઝીણી વિગતોની ચકાસણી કરીને ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવતા હતા.
સવારથી જ ભાજપ કાર્યાલય પર સંબંધિત ઉમેદવાર કે ટેકેદારો પહોંચી ગયા હતા અને પોતાના ફોર્મની ચકાસણીની કામગીરી ગઇ કાલે કરાવ્યા પછી બાકી રહેલા અધુરાશ પુરી કરવા માટે પણ કામગીરી શરૂ કરી હતી. કેટલાક ઉમેદવારો પોત પોતાની રીતે જ પાલિકા કચેરીએ ચૂંટણી અધિકારી જાડેજા અને ચાવડા સમક્ષ ઉમેદવારી પત્ર ભરવા પહોંચી ગયા હતા. ઢોલ- નગારાના સથવારે ઉમેદવારોના ટેકેદારોએ ઉમેદવારી પત્ર ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભરાવ્યા હતા.
એક તબક્કે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ પણ થઇ ગયો હતો. ચૂંટણી અધિકારી અને તેનો સ્ટાફ સતત દોડધામ કરતો રહ્યો હતો. દરમિયાન તાલુકા પંચાયતની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે પણ આજે છેલ્લી ઘડીએ બન્ને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી પત્ર ભરાવ્યા હતા. સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી પણ મેદાને પડી છે. તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી રમેશ વ્યાસ પાસે અને મામલતદાર કચેરીમાં મામલતદાર ચિરાગ હિરવાણીયા પાસે ઉમેદવારી પત્રો ભરાયા હતા. બીજી બાજુ ભાજપમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મધુકાંત શાહ, મોમાયા ગઢવી વગેરે ફોર્મ ભરાવવા દોડધામ કરતા નજરે ચડ્યા હતા. જ્યારે કોંગ્રેસમાં પ્રમુખ સંજય ગાંધી, માંગીલાલ પટેલ, પ્રદિપભાઇ ત્રિવેદી, લતીફભાઇ ખલીફા વગેરે હાજર રહ્યા હતા.
ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ ઘર ભેગી થશે : કોંગ્રેસ
શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ દાવો કર્યો હતો કે, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે લોકો કંટાળી ગયા છે. તે અંગે કોંગ્રેસ, ભાજપને ઘર ભેગી કરશે.
પાલિકામાં પુન: કબ્જો મેળવાશે : ભાજપ
શહેર ભાજપ પ્રમુખ પુનીત દુધરેજીયાએ દાવો કર્યો હતો કે, તમામ વોર્ડમાં તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નગરપાલિકા પુન: કબ્જે કરીને સત્તાનું સુકાન કરેલા કામ સહિતના મુદ્દે સંભાળવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.