તંત્ર / આદિપુર ગર્લ્સ હોસ્ટેલ પાસેથી લારી ગલ્લા હટાવાયા

Larry Galla removed from Adipur Girls Hostel
Larry Galla removed from Adipur Girls Hostel
X
Larry Galla removed from Adipur Girls Hostel
Larry Galla removed from Adipur Girls Hostel

  • એસડીએમને ગર્લ્સ હોસ્ટેલના સંચાલકોએ કરેલી ફરિયાદનો પડઘો પડયો
  • 30 ખાણી-પીણીવાળાને દુર કરાયા

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:00 AM IST

ગાંધીધામ. ગાંધીધામ નગરપાલિકા દ્વારા વખતો વખત દબાણ હટાવવામાં આવે છે પરંતુ રાજકીય પ્રેશર કે અન્ય કારણોસર કેટલીક વખત દબાણ હટયા પછી પુન: સ્થાપીત થઇ જતા હોય છે. દબાણની સમસ્યા વકરી રહી છે ત્યારે પ્રાંત ઓફીસરને આદિપુર ગર્લ્સ હોસ્ટેલના સંચાલકો દ્વારા રજુઆત કરવામાં આવ્યા પછી પાલિકાને આપવામાં આવેલી સુચનાના અનુસંધાને આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 30 જેટલા લારી ગલ્લાઓના દબાણો ખસેડવામાં આવ્યા હતા અને કેટલાકને નોટિસ પણ આપવામાં આવી હતી. કેટલાક જોખમરુપ હોર્ડીંગ પણ દુર કરવામાં આવ્યા હતા.

કેટલાક દબાણકર્તાઓને નોટિસ પણ આપીને ચીમકી અપાઇ
ચીફ ઓફીસરની સુચનાના પગલે સીટી ઇજનેર પ્રકાશ જુરાની, દબાણ શાખાના લોકેશ શર્મા વગેરેએ આજે આદિપુરની ગર્લ્સ હોસ્ટેલ આસપાસ ફુટપાથ પર રહેલા લારી ગલ્લાં દુર કરવા માટે કવાયત હાથ ધરી હતી. તોલાણી કોલેજ રોડ ફરતે પર પણ ફુટપાથ પર રહેલા લારી ગલ્લાંઓ તેમજ અન્ય દબાણો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દબાણો હટતા શિક્ષણના વર્તુળોએ હાશકારો અનુભવ્યો છે. જો કે આદિપુરમાં ગાંધી સમાધિથી મૈત્રી રોડ સુધી તથા અન્ય રોડ પર વધી રહેલા દબાણો દુર કરવા માટે પાલિકાએ એકશન પ્લાન બનાવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે દબાણ દુર થાય તે માટે પાલિકા દ્વારા જે પગલાં ભરાય છે કોઇને કોઇ કચાશના કારણે પણ વિવાદ ઉભા થતા હોય છે. રાહદારીઓ પણ સામનો કરી રહ્યા છે. 

ખડકાયેલા દબાણથી સુવિધાને અડચણ
નગરપાલિકાને દબાણના લીધે કેટલીક વખત લોકોને રોડ, પાણી કે ગટરની સુવિધાઓ આપવાની થાય ત્યારે પ્રશ્નો ઉભા થતા હોય છે. મુખ્ય બજાર સહીતના વિસ્તારોમાં દબાણને લઇને અગાઉ ગટરની લાઇન સીધી નાંખી દઇએ તેના બદલે ત્રાંસી નાંખવાની નોબત આવી હતી. આવું વાતાવરણ ન થાય તે માટે પાલિકાએ કોઇની શેહશરમ રાખ્યા વગર કડક પગલાં ભરવા જોઇએ તે જરૂરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી